પુણે દુષ્કર્મ કેસમાં 75 કલાકની મહેનત બાદ પોલીસે આરોપીને ઝડપી પાડયો છે,આરોપી સ્નિફર ડોગ અને પોલીસની અલગ-અલગ ટીમોથી બચવા માટે ગામડામાં છૂપાઈ ગયો હતો,તો મહત્વનું છે કે,પાણી અને ખોરાકની શોધમાં આરોપી નીકળે છે અને તે તરત જ પોલીસના હાથે ઝડપાઈ જાય છે.બાતમીદારે પોલીસને માહિતી આપી અને આરોપી ઝડપાઈ ગયો પોલીસના હાથે.
આરોપીની સામે એક લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું
પુણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી બસમાં 26 વર્ષીય યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપી દત્તાત્રેય રામદાસ ગાડેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીને પુણેના શિરુર તાલુકામાંથી ઝડપી પાડયો છે અને તેને આજે પુણે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી ગેડેએ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારથી તેની શોધ ચાલી રહી હતી. પોલીસે આરોપીને શોધવા માટે 13 ટીમો બનાવી હતી અને તેના પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.
આરોપી ગાડે શિરુર તાલુકાના એક ખેતરમાં છુપાયેલો હતો
પુણે પોલીસની 13 ટીમો તેને શોધી રહી હતી તે દરમિયાન પોલીસે શિરુર તાલુકાના તેના ગામમાં ચેકિંગ કર્યુ હતુ.આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તે પુણે અને અહિલ્યાનગર જિલ્લામાં ચોરી, લૂંટ અને ચેઈન સ્નેચિંગના અડધો ડઝન કેસોમાં ફરાર છે. તે વર્ષ 2019થી જામીન પર છૂટયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પુણે શહેર અને પુણે ગ્રામીણ પોલીસે પણ ગુણત ગામના શેરડીના ખેતરોમાં ડ્રોન અને ડોગ સ્ક્વોડ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ દરમિયાન 100 થી વધુ પોલીસકર્મીઓ ગામમાં પહોંચ્યા હતા.
સ્વારગેટ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ
પુણેમાં આવેલું સ્વારગેટ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC) ના સૌથી મોટા બસ ડેપોમાંનું એક છે. પીડિતા મંગળવારે સવારે 5.45 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ પર સતારા જિલ્લાના ફલટન જવા માટે બસની રાહ જોઈ રહી હતી ત્યારે ગેડેએ તેની સાથે વાતચીત કરી, તેને દીદી કહીને બોલાવી અને કહ્યું કે સતારા જવા માટે બસ બીજા પ્લેટફોર્મ પર આવી ગઈ છે. તે તેણીને કેમ્પસમાં બીજી જગ્યાએ પાર્ક કરેલી ખાલી બસમાં લઈ ગયો. બસની અંદરની લાઇટ ચાલુ ન હોવાથી, તે તેમાં ચઢતા અચકાઈ. પરંતુ આરોપીએ તેને ખાતરી આપી કે આ બસ સતારા જશે. ડોકટર ક્ષેત્રમાં કામ કરતી મહિલાએ પોલીસને જણાવ્યું કે ગેડે ત્યારબાદ તેનો પીછો કર્યો અને તેના પર દુષ્કર્મ કર્યો.