• ભારત અને માલદીવના વિદેશ મંત્રીઓની બેઠક
  • બન્ને દેશોના સંબંધોને સુધારવાએ હિતમાં: એસ.જયશંકર
  • "અમારી નેબર ફર્સ્ટ નીતિ અને સાગર અભિગમ પર આધારિત છે"

ભારત અને માલદીવના વિદેશ મંત્રીઓની બેઠકમાં ડૉ.જયશંકરે સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે સંબંધોને વધુ સારી રીતે આગળ વધારવું પરસ્પર હિતમાં છે. તેમણે આશા વ્યક્ત કરી કે આજની બેઠક સફળ થશે, તેની તેમને ખાતરી છે. એસ.જયશંકરે દ્વિપક્ષીય સંબંધો પર પણ માલદીવને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું હતું કે 'આપણે આપણા સંબંધોને કેવી રીતે વધુ સારી રીતે આગળ લઈ જઈ શકીએ તેના પર સહમત થવું આપણા સામાન્ય હિતમાં છે.'

પ્રથમ વખત ભારતની મુલાકાતે આવેલા માલદીવના વિદેશ મંત્રી મૂસા જામીરે તેમના ભારતીય સમકક્ષ ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંને દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન જયશંકરે જણાવ્યું હતું કે આનાથી અમને વિવિધ ક્ષેત્રોમાં અમારા મંતવ્યોનું આદાનપ્રદાન મજબૂત કરવા સક્ષમ બનાવ્યું છે. મુસાને સંબોધતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, નજીકના પડોશીઓ તરીકે અમારા સંબંધોનો વિકાસ સ્પષ્ટપણે પરસ્પર હિતો અને પરસ્પર સંવેદનશીલતા પર આધારિત છે. તેમણે કહ્યું, જ્યાં સુધી માલદીવ સાથે ભારતના સંબંધોનો સવાલ છે, તે અમારી નેબર ફર્સ્ટ નીતિ અને સાગર અભિગમ પર આધારિત છે. જયશંકરે કહ્યું, 'મને આશા છે કે અમારી આજની બેઠક સફળ થશે.'

[[$googlead]]

ભારત-માલદીવ સંબંધો પર નજર, વિદેશ મંત્રીની મુલાકાત શા માટે મહત્વપૂર્ણ 

[[$alsoread]]

તમને જણાવી દઈએ કે ભારત હિંદ મહાસાગરમાં પરસ્પર દરિયાઈ સહયોગ માટે સાગરની નીતિનું પાલન કરે છે. તેનો અર્થ છે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન (SAGAR). વિદેશ મંત્રી મુસાની ભારત મુલાકાત આ અર્થમાં પણ મહત્વની છે કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો તંગ બન્યા છે. બીજી તરફ માલદીવના રાષ્ટ્રપતિએ તેમના ચૂંટણી પ્રચારમાં 'ઈન્ડિયા આઉટ' જેવા નારા લગાવ્યા હતા, તો બીજી તરફ તેમના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પછી પ્રવાસન આધારિત દેશ માલદીવને સોશિયલ મીડિયા પર જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો.



  • Follow us on: