ચંદ્રાબાબુ નાયડુના પક્ષ ટીડીપીની આગેવાની હેઠળની ટીડીપી સરકારે આંધ્રપ્રદેશમાં તમામ મુસ્લિમ કર્મચારીઓને રમજાનના અવસર પર બીજી માર્ચથી 30 માર્ચ સુધી એક કલાક વહેલાં કામ છોડવાની મંજૂરી આપી છે.


મહત્ત્વની બાબત એ છે કે ભાજપના રાજ્યના એકમે સરકારના આ પગલાંને આવકાર આપ્યો છે. જો કે પડોશી રાજ્ય તેલંગાણામાં કે જ્યાં કોંગ્રેસનું શાસન ચાલી રહ્યું છે ત્યાં ભગવા પાર્ટીના વલણથી આ વલણ એકદમ વિપરીત છે. ભાજપ નેતા યામિની શર્માએ જણાવ્યું હતું કે દક્ષિણી રાજ્યમાં સત્તારૂઢ ગઠબંધનના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અંત્યોદય તથા સબકા સાથ સબકા વિકાસ (તમામ માટે વિકાસ, તમામનો સાથ)ના સિદ્ધાંતને કાયમ રાખે છે.

પોતાના લેટેસ્ટ પરિપત્રમાં સરકારે જણાવ્યું હતું કે તેઓ આ પ્રકારે ઇસ્લામમાં માનતા તમામ કર્મચારીઓને આવશ્યક અનુષ્ઠાન કરવા માટે બીજી માર્ચથી 30 માર્ચ સુધીના રમજાનના પવિત્ર મહિના દરમિયાન તમામ વર્કિંગ દિવસોએ કચેરી બંધ થવાના સમયના એક કલાક પહેલાં પોતાના કાર્યાલય કે વિદ્યાલયને છોડવાની મંજૂરી આપે છે. નોંધનીય છે કે આ પરિપત્ર રાજ્યના મુખ્ય સચિવ મુકેશકુમાર મીણા દ્વારા ઈશ્યૂ કરવામાં આવ્યો છે. ભાજપે સરકારના આ પગલાંનું સ્વાગત કર્યું છે.

તેલંગાણામાં કોંગ્રેસ સરકાર પર ભેદભાવનો આરોપ જો કે આ અગાઉ પડોશી રાજ્ય તેલંગાણામાં ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી બી. સંજય સુમારે આ પ્રકારની મંજૂરી આપવા બદલ કોંગ્રેસ સરકારની આકરી ટીકા કરી હતી. પક્ષના ધારાસભ્ય ટી. રાજા સિંહે પણ આ મામલે તેલંગાણા સરકાર પર નિશાન સાધ્યું હતું અને સવાલ ઉઠાવ્યો હતો કે ભગવાન અયપ્પાની ભક્તિ માટે 41 દિવસનું વ્રત અયપ્પા દીક્ષા રાખતાં હિન્દુ ભક્તોને અને અન્ય કોઈને આવી મુક્તિ કેમ આપવામાં આવતી નથી.


  • Follow us on: