• આજે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાશે
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે
  • અમદાવાદ જવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે

આજે 14મી ઓક્ટોબરે ક્રિકેટના મહામુકાબલો થશે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. ભારત અને પાકિસ્તાનના દરેક બાળક આ મેચ માટે ઉત્સાહિત છે.

ભારત-પાકિસ્તાન મહામુકાબલો

[[$googlead]]

લગભગ 45 વર્ષ પહેલા, ભારત અને પાકિસ્તાન ક્વેટામાં વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રથમ વખત સામસામે હતા. તે મહાન કપિલ દેવની પણ ડેબ્યૂ મેચ હતી. માત્ર 20 હજારની ક્ષમતાવાળા અયુબ નેશનલ સ્ટેડિયમથી શરૂ થયેલું બંને દેશો વચ્ચેનું 'ક્રિકેટ-યુદ્ધ' વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ સુધી પહોંચી ગયું છે. વર્લ્ડ કપ 2023માં 1 લાખ 30 હજારની ક્ષમતાવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થોડા જ કલાકોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.

[[$alsoread]]

ટીમ ઈન્ડિયા આજની મેચમાં પાકિસ્તાનનો સામનો કરવા માટે ફુલ ફોર્મમાં છે. ભારત અને પાકિસ્તાને આ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બે-બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. આ મહામુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. તે સાથે અનુષ્કા શર્મા, અરિજીત સિંહ અને સચિન તેંડુલકર અમદાવાદ પહોંચી ગયા છે.

સ્પેશિયલ ટ્રેન શરુ કરાઈ

અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ પહેલા ક્રિકેટ ફેન્સ માટે અમદાવાદ જવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈ થી અમદાવાદ માચે એક સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવામાં આવી છે. અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ફેન્સના વધારાની ભીડને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની જોડી ચલાવશે. આ ટ્રેન નંબર 09013/09014 મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ અને ટ્રેન નંબર09013 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શુક્રવાર, 13 ઓક્ટોબર, 2023ના રોજ 21.30 કલાકે ઉપડશે. બીજા દિવસે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે.

એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે

તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 15 ઓક્ટોબર 2023ના રોજ 04.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

  • Follow us on: