જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને તબાહ કરી નાંખ્યા હતાં. ત્યાર બાદ બંને દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન દ્વારા ભારતના શહેરો પર સતત ડ્રોન અને મિસાઈલથી હુમલા કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થઈ હતી. આ જાહેરાત બાદના ગણતરીના કલાકોમાં પાકિસ્તાન દ્વારા ફરી હુમલા શરૂ કરાયા હતાં. ત્યારે હવે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. જો યુદ્ધ થશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
ભારતના એક્શનથી પાકિસ્તાનની હાલત ખરાબ થશે
વડાપ્રધાન મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે થયેલી વાતચીત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, જો પાક હુમલો કરશે તો ભારત ભીષણ હુમલો કરશે. ભારતના એક્શનથી પાકિસ્તાનની હાલત ખરાબ થશે.જો યુદ્ધ થશે તો જડબાતોડ જવાબ મળશે. ભારતના પ્રહારથી પાકિસ્તાનની હાલત ખરાબ થશે.
કાશ્મીર પર અમારી સ્થિતિ સ્પષ્ટ છે
પીએમ મોદીએ જેડી વાન્સ સાથેની વાતચીત દરમિયાન કહ્યુ હતું કે, કાશ્મીર પર અમારી સ્થિતિ સ્પષ્ટ છે. હવે માત્ર એક જ મુદ્દો બચ્યો છે. પીઓકેને પરત લેવું. આ સિવાય હવે કોઈ વાત નથી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને યુદ્ધ વિરામ બાદ પણ ભારતના સરહદી વિસ્તારોમાં હુમલા કર્યા છે. હવે કોઈ હુમલો કરશે તો ભારત તેને જડબાતોડ જવાબ આપશે.