એક બાજુ ભારત પાકિસ્તાન વચ્ચે તણાલ ભરી સ્થિતિ છે તો બીજી બાજુ સેનાથી લઇને પોલીસ એલર્ટ મોડ પર છે. આજે સવારે અમૃતસર બોર્ડર પર ચેકીંગ દરમિયાન હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે. 2 રોકેટ, 5 ગ્રેનેડ, વાયરલેસ સેટ મળી આવ્યા છે. અમૃતસર બોર્ડર પર પાકિસ્તાનનુ આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ ગયુ છે.


આતંકવાદી નેટવર્ક સામે મોટી સફળતા

આ મામલે પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, "સીમાપાર ISI સમર્થિત આતંકવાદી નેટવર્ક સામે મોટી સફળતામાં, SSOC અમૃતસર કેન્દ્રીય એજન્સી સાથે સંયુક્ત કાર્યવાહીમાં SBS નગરના ટિબ્બા નાંગલ-કુલર રોડ નજીકના જંગલ વિસ્તારમાં ગુપ્તચર આગેવાની હેઠળના ઓપરેશનમાં આતંકવાદી હાર્ડવેરનો જથ્થો જપ્ત કર્યો છે."

તેમણે વધુમાં જણાવ્યું કે આ સમય દરમિયાન બે રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG), બે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED), પાંચ P-86 હેન્ડ ગ્રેનેડ, એક વાયરલેસ કોમ્યુનિકેશન સેટ મળી આવ્યો હતો.

પંજાબમાં સ્લીપર સેલને સક્રિય કરવા માટે પાકિસ્તાનની ISI અને સંલગ્ન આતંકવાદી સંગઠનો દ્વારા એક સંકલિત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

પ્રારંભિક તપાસ સૂચવે છે કે પંજાબમાં સ્લીપર સેલને સક્રિય કરવા માટે પાકિસ્તાનની ISI અને સંલગ્ન આતંકવાદી સંગઠનો દ્વારા એક સંકલિત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ પીએસ સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (SSOC) અમૃતસર ખાતે FIR નોંધવામાં આવી છે. પંજાબ પોલીસ રાષ્ટ્રીય સુરક્ષા અને રાજ્યમાં આતંકવાદી માળખાને તોડી પાડવા માટે પ્રતિબદ્ધ છે.જાલંધરમાં ગ્રેનેડ હુમલો થયો હતો

અમૃતસર ખાતે FIR નોંધવામાં આવી છે

ગયા મહિને, પંજાબના જાલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયાના ઘર પર થયેલા ગ્રેનેડ હુમલાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) અર્પિત શુક્લાએ કહ્યું હતું કે હુમલામાં વપરાયેલી ઈ-રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) એ પંજાબમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનું કાવતરું ઘડ્યું હતું પરંતુ પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને નિષ્ફળ બનાવ્યું.

ઘટનાના 12 કલાકની અંદર જ ઘટના પાછળના કાવતરાનો પર્દાફાશ કરી દીધો હતો

તેમણે કહ્યું કે પોલીસે ઘટનાના 12 કલાકની અંદર જ ઘટના પાછળના કાવતરાનો પર્દાફાશ કરી દીધો હતો. આ ISI નું એક મોટું કાવતરું હતું. આ કાવતરું જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટીના સહયોગી ઝીશાન અખ્તરે રચ્યું હતું. તેમની ભૂમિકા સામે આવી છે. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંભવિત લિંક્સની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ઈ-રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે.

  • Follow us on: