યુદ્ધવિરામ પરના કરાર બાદ, આજે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે બેઠક યોજાશે. ભારતના ડીજીએમઓ રાજીવ ઘાઈ અને તેમના પાકિસ્તાની સમકક્ષ જનરલ કાશિફ ચૌધરી બપોરે 12 વાગ્યે મહત્વપૂર્ણ વાતચીત કરશે. આ બેઠક 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત બાદ યોજાવા જઈ રહી છે. યુદ્ધવિરામ કરાર ત્યારે શરૂ થયો જ્યારે પાકિસ્તાની ડીજીએમઓએ 10 મેના રોજ તેમના ભારતીય સમકક્ષને સંભવિત યુદ્ધ ટાળવા માટે પ્રસ્તાવ મૂક્યો.
ત્રણેય સેનાના પ્રમુખ સાથે PM મોદીની બેઠક. PM આવાશ પર ખુબજ મહત્ત્વની બેઠક યોજાઇ છે.
આજે બંને દેશોના DGMO વાતચીત કરશે, બપોરે 2:30 વાગ્યે સેનાની પ્રેસ કોન્ફરન્સ
ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ આજે બપોરે 12 વાગ્યે વાતચીત કરશે, ત્યારબાદ ભારતીય સેના પ્રેસ કોન્ફરન્સ દ્વારા બંને દેશો વચ્ચે થયેલી ચર્ચાઓ વિશે માહિતી આપશે. આ પ્રેસ કોન્ફરન્સ બપોરે 2.30 વાગ્યે આયોજિત કરવામાં આવશે.
દિલ્હી: બપોરે 2.30 વાગ્યે નૌકાદળ અને વાયુસેનાની પ્રેસકોન્ફરન્સ
ભારત અને પાકિસ્તાન વચ્ચે બપોરે ૧૨ વાગ્યે ડીજીએમઓ સ્તરે વાતચીત થવાની છે. આ બેઠક પછી, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના DGMO અથવા આ સ્તરના અધિકારીઓ PCનું સંચાલન કરશે. આ પ્રેસકોન્ફરન્સ આજે બપોરે 2.30 વાગ્યે થવાની ધારણા છે.
ભારતની સ્પષ્ટ રણનીતિ: ફક્ત DGMO સ્તરે જ વાતચીત
ભારતે સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર કે સિંધુ જળ સંધિ જેવા સંવેદનશીલ મુદ્દાઓ આ વાતચીતનો ભાગ રહેશે નહીં. સરકારે એ પણ પુનરોચ્ચાર કર્યો કે હાલમાં નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે કોઈ રાજદ્વારી વાતચીતનો પ્રસ્તાવ નથી. ભારતનો વલણ ખૂબ જ સ્પષ્ટ છે. હવે ફક્ત એક જ મુદ્દો બાકી છે, જે છે પીઓકેની વાપસી. જો પાકિસ્તાન આતંકવાદીઓને સોંપવાની વાત કરશે તો જ ભારત આગળની વાતચીત પર વિચાર કરશે.