પીએમ મોદીએ "ઓપરેશન સિંદૂર" બાદ પાકિસ્તાનને કડક ભાષામાં ચેતવણી આપી છે. રાષ્ટ્રને સંબોધન કરતા તેઓએ પાકિસ્તાન અને આતંકવાદીઓની નિંદા કરી હતી. અને બાદમાં આદમપુર એરબેઝ પર પહોંચી વીર જવાનો સાથે મુલાકાત કરી પાકિસ્તાનની પોલ ખોલી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ જવાનોમાં જુસ્સો પેદા કર્યો હતો. અને "ઓપરેશન સિંદૂર" માટે તમામની પ્રશંસા કરી હતી.


પીએમનો દુનિયાને સંદેશ

એરબેઝ પર પહોંચી પીએમ મોદીએ વીર જવાનોની યથગાથા સાંભળી હતી. અને રાજકીય સંદેશ આપવા માટે તૈયારીઓ કરી હતી. સોમવારે દેશની દીકરીઓ માટે તેઓએ સંબોધન કર્યુ હતુ. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, સિંદૂર ભૂસનારાઓને ભારતીય સેનાએ માટીમાં ભેળવી દિધા છે. પાકિસ્તાનને કડક સંદેશ આપતા પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, આતંકના આકા સાથે હવે આતંકી હુમલા અને પીઓકે મામલે જ વાતચીત થશે. તો આ તરફ, બીજા દિવસે પીએમે સવારે આદમપુર એરબેઝ પર પોતાનું પ્લેન ઉતારીને પાકિસ્તાનના પોકળ દાવાની પોલ ખોલી હતી. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા પછી પીએમ મોદીએ આતંકીઓને પરાસ્ત કરવા માટે આદેશ આપ્યા હતા. પીએમ મોદીના વચનોએ ભારતીય સેનાના ઇરાદા બદલી નાંખ્યા છે. "ઓપરેશન સિંદૂર" હેઠળ આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત કરાયા હતા. નવ આતંકીઓના ઠેકાણા, 11 એયરબેસને કર્યા ધ્વસ્ત, 100થી વધુ આતંકીઓ અને 50 પાકિસ્તાની સૈનિકોને ઠાર મારવામાં આવ્યા છે. જે બાદ સીઝફાયર માટે પાકિસ્તાન ભારત સામે ધૂંટણીએ પડ્યુ હતુ.

પીએમ મોદીએ એરબેઝથી આપ્યો સંદેશ

પીએમ મોદી સવારે આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વીર જવાનો સાથે સંવાદ સાધ્યો હતો. અને પાકિસ્તાનના તમામ જુઠ્ઠાણાઓનો પર્દાફાશ થયો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેણે S-400 ને નષ્ટ કરી દીધું છે. પાકિસ્તાન પોતાના લોકોને ખોટા ચિત્રો બતાવીને પોતાના ઘા છુપાવી રહ્યું છે. પાકિસ્તાનના ખોટા દાવાઓનો પર્દાફાશ થયો છે. પીએમની પાછળ ભારતીય ફાઇટર પ્લેન મિગ-29નો ફોટો દેખાય છે. તેના પર લખ્યું છે, 'દુશ્મનના પાઇલટ્સ સારી રીતે કેમ સૂતા નથી?' આ તસવીરમાં પીએમ મોદી વાયુસેનાના સૈનિકોની ટોપી પહેરેલા છે.

પીએમે અમેરિકાને પણ સંદેશ આપ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લેવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં, પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે પાકિસ્તાનની વિનંતી પર, ભારત સંઘર્ષ રોકવા માટે સંમત થયું છે. ભારતની આક્રમક કાર્યવાહી પછી, પાકિસ્તાન બચવાના રસ્તા શોધવા લાગ્યું, પાકિસ્તાન વિશ્વભરમાં તણાવ ઓછો કરવા માટે વિનંતી કરી રહ્યું હતું અને ખરાબ રીતે માર ખાધા પછી, કોઈ મજબૂરીમાં, 10 મેના રોજ બપોરે, પાકિસ્તાની સેનાએ અમારા DGMOનો સંપર્ક કર્યો. ત્યાં સુધીમાં અમે આતંકવાદના માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, આતંકવાદીઓને મારી નાખ્યા હતા અને આતંકવાદી ઠેકાણાઓને ખંડેરમાં ફેરવી દીધા હતા. 

  • Follow us on: