પાકિસ્તાન અને ભારત વચ્ચે સીઝફાયર થયા બાદ પાકિસ્તાનને એવું લાગી રહ્યું એ છે કે જીત મેળવી લીધી છે. પરંતુ તેમના જ નેતાઓની તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે ભારતના જવાબી હુમલાઓથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે.


પાકિસ્તાન પોતાની હાર છુપાવી રહ્યુ છે

ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન દુનિયાભરમાં પોતાની નિષ્ફળતા અને હાર છુપાવવાનો પ્રયત્નો કરી રહ્યું છે. શાહબાઝ સરકારના નેતાઓ અને અધિકારીઓ એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આપણે ભારત સામે આ યુદ્ધ જીતી લીધું છે. જ્યારે તસવીરો અને પુરાવા કંઈક બીજું જ કહી રહ્યા છે.હવે શાહબાઝના બે ટોચના લોકોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

પાકિસ્તાન હવે જાતે જ પુરાવા આપી રહ્યુ છે

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી અને નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝ અને આર્મી ચીફ અસીમ મુનીરે ભારતના જવાબી હુમલામાં ઘાયલ થયેલા સૈનિકોની મુલાકાત લીધી. બંને નેતાઓએ આ મુલાકાતની તસવીરો શેર કરી. જે બાદ એવું બહાર આવ્યું કે ભારતે પાકિસ્તાનના ઘણા લશ્કરી ઠેકાણાઓને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા છે.પહેલા તો તે છુપાવી રહ્યું હતુ અને હવે જાતે જ પુરાવા આપી રહ્યું છે.

હવાઈ હુમલામાં પાકિસ્તાનના 35-40 સૈનિકો માર્યા ગયા

પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે ઓપરેશન સિંદૂરમાં ઘાયલ થયેલા પાકિસ્તાની આર્મી સૈનિકોને હોસ્પિટલમાં મળ્યા. જે પછી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તે સારવાર લઈ રહેલા સૈનિકોને મળી રહ્યો છે. જે પછી પ્રશ્ન એ ઉભો થાય છે કે, તે LoC પર તોપમારો અને અનેક એરબેઝ પર હુમલા દરમિયાન માર્યા ગયેલા પાકિસ્તાની સેનાના સૈનિકોના નામ કેમ જાહેર નથી કરી રહ્યો? રિપોર્ટ અનુસાર, નિયંત્રણ રેખા પર 50 થી વધુ સૈનિકો માર્યા ગયા હતા અને હવાઈ હુમલામાં 35-40 સૈનિકો માર્યા ગયા હતા. પરંતુ પાકિસ્તાન વારંવાર આ હકીકત છુપાવી રહ્યું છે.

મરિયમ નવાઝે પણ ઘાયલોની મુલાકાત લીધી

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે સોમવારે લાહોરમાં કમ્બાઈન્ડ મિલિટરી હોસ્પિટલ (CMH) ની મુલાકાત લીધી હતી. ભારત સાથે લશ્કરી અથડામણ દરમિયાન ઘાયલ થયેલા પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ અને સૈનિકોના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. પાકિસ્તાન સરકારે હજુ સુધી અથડામણ દરમિયાન માર્યા ગયેલા અને ઘાયલ થયેલા સૈનિકોની સંખ્યા અંગે કોઈ માહિતી આપી નથી.

એક વીડિયોમાં મરિયમ નવાઝ સર્જિકલ વોર્ડમાં સારવાર લઈ રહેલા પાકિસ્તાની સેનાના ઘણા અધિકારીઓ અને સૈનિકોને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછતી જોવા મળે છે. જે પછી એ સ્પષ્ટ છે કે ભારતના જવાબી હુમલામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે.


  • Follow us on: