ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, દેશના 24 એરપોર્ટ 15 મેની સવાર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, રેલ્વે મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી અને લોકોની જરૂરિયાત મુજબ વિશેષ ટ્રેનો ચલાવવાના નિર્દેશો આપ્યા. તે જ સમયે, જમ્મુ અને ચંદીગઢ એરપોર્ટ બંધ થવાને કારણે ફસાયેલા મુસાફરો માટે ભારતીય રેલ્વે દ્વારા ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેન સંચાલન માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી. પરિસ્થિતિનો તાગ મેળવ્યા પછી, તેમણે રેલ્વે અધિકારીઓને વિવિધ સરકારી એજન્સીઓ સાથે સંકલન કરવા અને સરહદી વિસ્તારોમાં લોકોને મદદ કરવા માટે ટ્રેનો ચલાવવાનું સુચન કર્યું. નિયમિત ટ્રેનોની સાથે, જરૂરિયાત મુજબ ખાસ ટ્રેનો પણ ચલાવવામાં આવે.













