પાકિસ્તાન આતંકવાદને છુપાવવા માટે ગમે તેટલો પ્રયત્નો કરે પણ તેનો ચહેરો વિશ્વ સમક્ષ જાહેર થઈ ગયો છે. જે આતંકવાદીને પાકિસ્તાન અને તેની સેના દ્વારા એક નિર્દોષ મૌલવી તરીકે દર્શાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.તે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો મુખ્ય ચહેરો છે.


પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે, વાયરલ તસવીરમાં દેખાતો યુવાન આતંકવાદી નથી પરંતુ એક નિર્દોષ પરિવારનો માણસ અને નેતા છે. આ યુવાન કેટલાક પાકિસ્તાની સૈનિકો સાથે અંતિમયાત્રામાં જોવા મળ્યો છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ આ વ્યક્તિનું ઓળખપત્ર પણ બતાવ્યું અને કહ્યું કે તે એક સામાન્ય રાજકીય કાર્યકર છે.

રાષ્ટ્રીય ઓળખ નંબર આતંકવાદી ઓળખ સાથે મેળ ખાય છે

પાકિસ્તાની સેનાના દાવા પછીની તપાસમાં જાણવા મળ્યું હતું કે,પાકિસ્તાની સેનાના દાવા પછી તપાસમાં જાણવા મળ્યું કે પાકિસ્તાની સેના દ્વારા જે વ્યક્તિની ઓળખ આપવામાં આવી છે તેની તમામ માહિતી,એટલે કે નામ,જન્મ તારીખ અને રાષ્ટ્રીય ઓળખ નંબર પણ તે વ્યક્તિ સાથે સંપૂર્ણપણે મેળ ખાય છે. જેને અમેરિકા દ્વારા ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.તેનું નામ હાફિઝ અબ્દુલ રઉફ છે.

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અનુસાર હાફિઝ અબ્દુલ રઉફ લશ્કર-ઐ-તોઈબા અને તેના સંગઠનો માટે દાન એકઠું કરી રહ્યો હતો.પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ બતાવેલ ઓળખપત્રમાં એવું કહેવામાં આવ્યું કે વેલફેર વિંગ ઈન્ચાર્જ, પીએમએમએલ છે અને તેનો મતલબ એ છે કે તે પોતાની પ્રવૃતિઓ છુપાવવા માટે રાજકીય કે ધાર્મિક સંગઠનનો ઉપયોગ કરી રહ્યો છે. પાકિસ્તાની સેનાએ જે વ્યકિતને ધાર્મિક ઉપદેશક તરીકે જણાવ્યો તે ખરેખર આંતરરાષ્ટ્રીય આતંકવાદી છે.તેનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન જાણી જોઈને આતંકવાદીઓને રક્ષણ આપી રહ્યું છે અને દુનિયાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

1999 થી લશ્કર માટે કામ કરે છે

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી અનુસાર, આતંકવાદી હાફિઝ અબ્દુલ રૌફ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો મુખ્ય ચહેરો છે અને રાહત કાર્યની આડમાં આતંકવાદનો એજન્ડા ધરાવે છે. લશ્કર-એ-તોઈબાની ટોચની નેતૃત્વ ટીમમાં સમાવિષ્ટ હાફિઝ અબ્દુલ રૌફ 1999 થી સંગઠન માટે કામ કરી રહ્યા છે. રૌફ લશ્કરના ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન (FIF)નો વડો છે, જે રાહત કાર્યની આડમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરે છે.

2008ના મુંબઈ હુમલા પછી જ્યારે લશ્કર પર આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું ત્યારે રઉફે FIFના બેનર હેઠળ પાકિસ્તાનમાં ભંડોળ ઊભું કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.એવું કહેવાય છે કે 2009માં આ કાર્યક્રમમાંથી મોટી રકમ એકઠી કરવામાં આવી હતી. રૌફ લશ્કર-એ-તોઈબા અને જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ મોહમ્મદ સઈદના નિર્દેશો પર કાર્ય કરે છે. 

રૌફ લશ્કરનો પ્રવક્તા પણ હતો

2008માં, રૌફને લશ્કરના માનવતાવાદી રાહત નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે 2003માં તે જાહેર સેવા નિયામક હતો.ઓગસ્ટ 2008માં, હાફિઝ સઈદના કહેવાથી,રઉફે પાકિસ્તાનના બાજૌર ક્ષેત્રમાં રાહત અને ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવા માટે એક ટીમનું નેતૃત્વ કર્યું હતું. 

રૌફ લશ્કરનો પ્રવક્તા પણ રહી ચૂક્યો છે. તે મીડિયા, વેબસાઇટ અને જાહેર મંચો પર સંસ્થા વતી બોલતો રહ્યો છે. ડિસેમ્બર 2008માં લશ્કરની વેબસાઇટ પર પોસ્ટ કરાયેલા એક ઇન્ટરવ્યુમાં,રઉફે લશ્કર અને જમાત-ઉદ-દાવાની કલ્યાણકારી પ્રવૃત્તિઓ વિશે ખુલ્લેઆમ વાત કરી અને તેને પોતાનું સંગઠન ગણાવ્યું હતું. 

ઇદરા-એ-ખિદમત-એ-ખલકનું નેતૃત્વ કર્યું

હાફિઝ અબ્દુલ રઉફે લશ્કરની ચેરિટી IKKનું નેતૃત્વ કર્યું અને 2004-2007 દરમ્યાન વિવિધ રાહત કાર્યમાં ભાગ લીધો હતો. 2006માં IKK અને JUDને લશ્કર-એ-તોઈબાના મોરચા તરીકે નામ આપ્યું હતું. 2008માં હાફિઝ સઈદ SDGT જાહેર થયો અને યુએન 1267 પ્રતિબંધોની યાદીમાં મૂકાયો હાફિઝ અબ્દુલ રઉફ સામેના આરોપો ફરી એકવાર દર્શાવે છે કે આતંકવાદી સંગઠનો રાહત અને સેવાના નામે કેવી રીતે આતંક ફેલાવે છે.

  • Follow us on: