બોમ્બે હાઇકોર્ટે એક અરજી મામલે સુનાવણી દરમિયાન મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી કે અલગ થયેલા પતિ-પત્ની પોતાનો અહંકાર સંતોષવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.


હાઇકોર્ટની બેન્ચે 38 વર્ષની એક મહિલાની અરજી અંગે સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. મહિલાએ તેના બાળકના બર્થ સર્ટિફિકેટમાં માત્ર પોતાનું નામ નોંધાવવા માગ કરી હતી. મહિલાનું કહેવું હતું કે તેનો પતિ કૂટેવોનો શિકાર છે અને તેણે ક્યારેય સંતાનનું મોંઢું પણ નથી જોયું. જોકે હાઇકોર્ટે મહિલાની અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટની ઔરંગાબાદ બેન્ચના જસ્ટિસ મંગેશ પાટિલ અને જસ્ટિસ વાય. જી. ખોબરાગડેએ ઠરાવ્યું કે બાળકના પિતા કૂટેવોના શિકાર હોય તો પણ મહિલા સિંગલ પેરન્ટ હોવાનો દાવો ન કરી શકે. માતા-પિતામાંથી કોઈ પણ બાળકના જન્મના રેકોર્ડ સંબંધમાં કોઈ પણ અધિકારનો ઉપયોગ ન કરી શકે. આ અરજી બાળકના હિતમાં નથી. બાળક કોઈ સંપત્તિ નથી કે જેના પર અધિકારનો દાવો કરી શકાય. આવું વલણ બાળક માટે હાનિકારક છે. આ અરજી એ વાતનું ઉદાહરણ છે કે વૈવાહિક વિવાદ કઈ રીતે અન્ય કેસોને જન્મ આપે છે.


  • Follow us on: