• રક્ષામંત્રી રાજનાથ સિંહ જશે અમેરિકા
  • ભારત-અમેરિકાના સંબંધોને મળશે નવી ગતિ
  • રક્ષાક્ષેત્રમાં અનેક સહયોગોમાં મજબૂતી થશે પ્રદાન

વિદેશી રાજકીય નેતાઓ ભારતના મહેમાન બની રહ્યા છે. ભારત વિવિધ દેશો સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહારોને કારણે અવારનવાર વિવિધ દેશના આગેવાનો ભારત આવે છે. હમણા મલેશિયાના પીએમ આવ્યા હતા. વળી પીએમ મોદી આજે પોલેન્ડના પ્રવાસે બે દિવસ માટે ગયા છે. ત્યારે હવે રક્ષામંત્રી રાજનાથ સિંહ અમેરિકા જવાના છે. અમેરિકાના સંરક્ષણ સચિવે આમંત્રણ આપ્યુ છે જે સામે આવ્યું છે.
ક્યારે જશે અમેરિકા ?
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ 23 ઓગસ્ટે અમેરિકા જશે. અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિને આમંત્રણ આપ્યું છે. તેઓ 26 ઓગસ્ટ સુધી અમેરિકા જ રહેશે. ત્યારે અમેરિકામાં થનારા કાર્યક્રમની જો વાત કરીએ તો, આ દરમિયાન રાજનાથસિંહ યુએસ ડિફેન્સ સેક્રેટરી સાથે બેઠક કરવાના છે. જેમાં સંરક્ષણ સહયોગને મજબૂત કરવા પર ચર્ચા થશે. આ સિવાય રક્ષા મંત્રી અમેરિકી રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય સુરક્ષા મામલાના સહાયક જેક સુલવિન સાથે મુલાકાત કરશે.

કેમ મહત્વની છે આ મુલાકાત ?
મહત્વનું છે કે PM મોદીના ન્યૂયોર્ક જવાના છે પરંતુ તે પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહની અમેરિકા મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ મુલાકાતથી અમેરિકા-ભારત સંબંધોને નવી ગતિ મળશે. તેમજ રક્ષા ક્ષેત્રે અનેક સહયોગ વધુ મજબૂત થશે. આ ઉપરાંત અમેરિકાની મુલાકાતથી બંને દેશો વચ્ચે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ વ્યાપક થવાની આશા છે. સંરક્ષણ પ્રધાન યુએસ સંરક્ષણ ઉદ્યોગ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા પણ કરવાના છે. જેમાં સંરક્ષણ ઉદ્યોગ સાથે ચાલી રહેલા કામ અને ભવિષ્યના સંરક્ષણ કરારો પર ચર્ચા કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.

આ અંગે થઇ શકે ચર્ચા
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રક્ષા મંત્રી અમેરિકન ફર્મ જનરલ ઇલેક્ટ્રિક દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને GE-F404 ટર્બોફેન એન્જિનના સપ્લાયમાં વિલંબનો મુદ્દો અમેરિકન અધિકારીઓ સાથે ઉઠાવી શકે છે. એન્જિનના સપ્લાયમાં વિલંબને કારણે ભારતીય વાયુસેનાને તેજસ Mk1Aની ડિલિવરી બાકી છે. પ્રથમ તેજસ Mk1A ભારતીય વાયુસેનાને 31 માર્ચ,2024 સુધીમાં પહોંચાડવાનું હતું તે વાતને પણ વધારે સમય થઇ ગયો.

શું થશે ચર્ચા ?
મહત્વનું છે કે ભારત તેજસ માર્ક-2 વર્ઝન પણ રજૂ કરવાની તૈયારી કરી રહ્યુ હોવાની માહિતી મળી રહી છે. જેમાં GE F414 જેટ એન્જિન લગાવવામાં આવનાર છે. ભારત અને અમેરિકા સાથે મળીને આ એન્જિનને સંયુક્ત રીતે બનાવવાનો પ્રયાસ કરશે. રાજનાથ સિંહ આ મામલે રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન સાથે ચર્ચા કરી શકે છે જેથી એન્જિનનો સપ્લાય ઝડપી થઈ શકે. આ મુલાકાત દરમિયાન ઉચ્ચ ટેકનોલોજી ક્ષેત્રે ભારત-અમેરિકા સંરક્ષણ સહયોગ વધારવા પર ચર્ચા થશે. બંને દેશો વચ્ચે જેવલિન એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ અને સ્ટ્રાઈકર આર્મર્ડ વ્હીકલ જેવા મોટા સંરક્ષણ પ્લેટફોર્મના સહ-ઉત્પાદન અંગે પણ વાતચીત થશે.

  • Follow us on: