દુનિયામાં દારૂ પીવાના શોખીનોની કમી નથી અને ભારત પણ તેમાંથી બાકાત નથી. જોકે, જ્યારે પણ દારૂનો ઉલ્લેખ આવે છે, ત્યારે તેને પુરુષોના શોખની વસ્તુ કહેવાય છે.
પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. મહિલાઓ પણ જામથી જામ ટકરાઈ રહી છે. સાંસ્કૃતિક અને આદિવાસી પરંપરાઓ તેના માટે કારણરૂપ છે. એક સરવેમાં જાણવા મળ્યુ છે કે ભારતમાં ઓછામાં ઓછા સાત રાજ્ય એવા છે, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ દારૂનું સેવન કરે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાના અનુસાર આ યાદીમાં સૌ પહેલું નામ પૂર્વોત્તરના રાજ્ય અરુણાચલનું છે. આ આંકડા વર્ષ 2019થી 2021ની વચ્ચે એકઠા કરાયા હતા.
અરુણાચલપ્રદેશ : અરુણાચલપ્રદેશમાં 24.2 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે. મહેમાનોને ચોખામાંથી બનેલો સ્થાનિક બિયર પીરસવો સામાન્ય છે.
સિક્કિમ : યાદીમાં બીજા સ્થાને સિક્કિમ આવે છે. છાંગ જેવી પીણું ખૂબ જ પ્રખ્યાત છે. અહીં લગભગ 16.2 ટકા મહિલાઓ દારૂ પીવે છે.
આસમ : આસામમાં 7.3 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે. કહેવાય છે કે અહીં વ્હિસ્કી ખૂબ જ લોકપ્રિય છે.
તેલંગાણા : તેલંગાણામાં વ્હિસ્કી,બિયર પસંદ કરનારા લોકોની સંખ્યા વધારે મનાય છે. અહીં 6.7 ટકા મહિલાઓ દારૂ પીવે છે.
ઝારખંડ : ઝારખંડમાં 6.1 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે.
અંદમાન -નિકોબાર ટાપુ : અહીં લગભગ 5 ટકા મહિલાઓ દારૂ પીવે છે.
છત્તીસગઢ : મધ્યપ્રદેશને અડીને આવેલા છત્તીસગઢમાં દારૂ પીનારી મહિલાઓની ટકાવારી 4.9 ટકા છે.