• નૌસેનાની તાકાતમાં થશે વધારો
  • 6 અત્યાધુનિક સબમરીન થશે નૌસેનામાં સામેલ
  • સ્પેનમાં જૂનના અંતે કરાશે ટ્રાયલ

ભારતીય નૌસેના સ્પેનમાં પ્રોજેક્ટ 75 ભારત હેઠળ અત્યાધુનિક ઉપકરણોનું પરીક્ષણ કરવા જઇ રહી છે. ત્યારે સ્પેનની એક જહાંજ બનાવતી કંપની નાવંતિયા અનુસાર આ પરીક્ષણ પછી ભારતીય નૌસેનાને 6 આધુનિક સબમરીન પોતાના કાફલામાં સામેલ કરશે.
ટ્રાયલ કરશે શરૂ
નાવંતિયાના ચેરમેન રિકાર્ડો ડોમિંગ્યુઝ ગાર્સિયા બાક્વેરો કહે છે કે સ્પેનિશ સરકાર અને નૌકાદળ P75I વિશે ખૂબ જ ઉત્સાહિત છે. આ પ્રોજેક્ટમાં ભારતને દરેક રીતે મદદ કરવા માંગે છે. આ યોજના હેઠળ ભારત સરકાર સાથે કરાર કરવામાં આવશે. નવંતિયાના વડાએ કહ્યું કે જૂનના છેલ્લા અઠવાડિયાથી ભારતીય નૌકાદળ કાર્ટેજેનાના શિપયાર્ડમાં એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) ટ્રાયલ શરૂ કરશે.
નેવીને મળશે છ સબમરીન
તેમણે વધુમાં જણાવ્યું કે લાર્સન એન્ડ ટર્બો (L&T) કંપની આ ટેસ્ટમાં સપોર્ટ કરશે. ટ્રાયલ દરમિયાન ભારતીય નૌકાદળને વિશ્વ કક્ષાની AIP ટેક્નોલોજી આપવામાં આવશે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય નૌકાદળ AIP ટેક્નોલોજીથી સજ્જ છ સબમરીન હસ્તગત કરશે. આ ટેક્નોલોજીની મદદથી સબમરીન લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે. ભારતીય નૌકાદળ પાસે અગાઉ AIP સિસ્ટમ ધરાવતી સબમરીન એક પણ નથી.
60 હજાર કરોડનો પ્રોજેક્ટ
લગભગ 60 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં L&T અને નવંતિયાની સાથે જર્મનીની થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ અને ભારતની મઝગાંવ ડોકયાર્ડ્સ લિમિટેડ પણ સામેલ છે. સ્પેનની સબમરીને બનાવતી કંપનીએ ભારતીય નેવી પ્રોજેક્ટ માટે S-80 સબમરીનની ડિઝાઇન ઓફર કરી છે. આમાંથી એક સબમરીન વર્ષ 2024માં સ્પેનિશ નેવીમાં જોડાઈ છે. નવંતિયાએ દાવો કર્યો હતો કે S80 ની ખાસ વિશેષતા એ છે કે તે P75(I) ની ટેક્નોલોજી જરૂરિયાતોને કોઈપણ પુનઃડિઝાઈનની જરૂર વગર સરળતાથી પૂરી કરે છે.

  • Follow us on: