ભારત પાસે હાલમાં મજબૂત વિદેશી મુદ્રા ભંડાર છે અને 11 મહિના સુધી વિદેશથી વસ્તુઓ આયાત કરી શકે છે. ઉપરાંત આ ભંડારથી 96 ટકા વિદેશી લોન પૂરી થઈ જાય તેમ છે. 30 મે સુધી વિદેશી મુદ્રા ભંડાર 691.5 અરબ ડોલર હતો જે 23મે ના પૂરા થયેલા સપ્તાહમાં 692.72 અરબ ડોલરથી ઘટ્યો છે.


ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા થયેલા જૂનમાં મોનિટરી પોલિસી રિવ્યુ મુજબ મોંઘવારીમાં ઘટડો અને આર્થિક વધારો જોવાયો છે. તેના કારણે રેપોરેટમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે તેમ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું.

ઓલ ટાઈમ હાઇથી 13.4 બિલિયન ડોલર નીચે

મોનિટરી પોલિસી રિવ્યુ કમિટીની બેઠક બાદ રેપોરેટમાં 0.50 ટકાનો ઘટાડો થયો એ સતત ત્રીજીવાર બન્યું છે. આ ઉપરાંત ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ કયું કે, વિદેશી મુદ્રા ભંડાર ગત સપ્તાહથી 1.2 બિલિયન ડોલર ઓછો છે. જે આઠ મહિનાના ઉચ્ચતમ સ્તરથી નીચે છે. સપ્ટેમ્બર 2024 માં વિદેશી મુદ્રા ભંડાર ઓલ ટાઈમ હાઇથી 13.4 બિલિયન ડોલર નીચે છે.

સપ્તાહના અંતે રૂપિયામાં ઘટાડો

અમેરિકી ટેરિફની અનિશ્ચિતતા વચ્ચે રૂપિયાના ચલણમાં સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે. શુક્રવારે રૂપિયો 85.8050 પ્રતિ અમેરિકી ડોલર હતો. તેના કારણોમાં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટમાં કરાયેલો ઘટાડો પણ સમજી શકાય છે.

  • Follow us on: