• ડીઆરડીઓએ મળી સફળતા
  • ઓડિશા તટ સ્વદેશી ટેક્નોલોજી ક્રૂઝ મિલાઇલનું સફળ પરીક્ષણ
  •  વાયુસેનાના Su-30-Mk-I એરક્રાફ્ટ દ્વારા રાખવામાં આવી નજર

DRDOએ ગુરુવારે વધુ એક સફળતા હાંસલ કરી છે. DRDO એ ઓડિશાના દરિયાકાંઠે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુરથી સ્વદેશી ટેક્નોલોજી ક્રૂઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.

અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું- DRDO

[[$googlead]]

ડીઆરડીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પરીક્ષણ દરમિયાન તમામ સબસિસ્ટમ્સે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું હતું. મિસાઈલ પરીક્ષણ દરમિયાન, રડાર, ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ અને ટેલિમેટ્રી સહિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ દ્વારા અલગ-અલગ સ્થળોએ તૈનાત સેન્સર્સે મિસાઈલનું નિરીક્ષણ કર્યું હતું.આ સિવાય ભારતીય વાયુસેનાના Su-30-Mk-I એરક્રાફ્ટ દ્વારા ક્રૂઝ મિસાઈલ પરીક્ષણ પર નજર રાખવામાં આવી હતી.

[[$alsoread]]

બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ-પ્રાઈમ'નું 4 એપ્રિલે સફળ પરીક્ષણ

મહત્વનું છે કે આ મહિને 4 એપ્રિલના રોજ ભારતે ઓડિશા ઓફશોર વિસ્તારમાં એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ નવી પેઢીની બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ-પ્રાઈમ'નું સફળ પરીક્ષણ કર્યું હતું. સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (SFC) એ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) સાથે મળીને 1,000 થી 2,000 કિમીની રેન્જ સાથે મિસાઈલનું ફ્લાઇટ ટેસ્ટ કર્યું હતું.

અગ્નિ-5 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ 5,000 કિમી

અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5,000 કિમી સુધીની છે. મિસાઈલની રેન્જ ચીનના ઉત્તરીય ભાગ તેમજ યુરોપના કેટલાક વિસ્તારો સહિત લગભગ સમગ્ર એશિયા સુધી વિસ્તરેલી છે. જ્યારે અગ્નિ-1 થી અગ્નિ-4 શ્રેણીની મિસાઇલો 700 કિમીથી 3,500 કિમીની રેન્જ ધરાવે છે.


  • Follow us on: