• મણિપુરમાં ફરી ભીષણ ફાયરિંગના સમાચાર 
  • બે જૂથો વચ્ચે ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરાયો
  • ફાયરિંગની ઘટના બાદ BSF કેમ્પ એલર્ટ મોડમાં 

મણિપુરમાં ફરી હિંસા ભડકી છે. આ દરમિયાન ઘણી જગ્યાએ ભીષણ ફાયરિંગના સમાચાર આવ્યા હતા. તત્વોએ 5મી IRB પોસ્ટના શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રની લૂંટ ચલાવી હતી. સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ રાત્રે જ ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર,  મધરાત્રે, BSFને હોટક, જિલ્લા બિષ્ણુપુરની બંને ઉપરની પહાડીઓ પરથી ગોળીબારનો અવાજ સંભળાયો હતો. વિદ્રોહી જૂથો અને પહાડી વિદ્રોહીઓ વચ્ચે અંધાધૂધ ફાયરિંગ થઇ હતી. સમગ્ર ઘટના દરમિયાન કેટલીક ગોળીઓ BSF ચોકી પાસે પડી હતી. બંને જુથો દ્વારા ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

ઘટનાને પગલે જણવા મળી રહ્યું છે કે, ફાયરિંગની ઘટના બાદ BSF કેમ્પ યિંગંગપોકપીની આખી પોસ્ટ એલર્ટ થઈ ગઈ છે. ગોળીબારની દિશા ઓળખવામાં આવી હતી અને પરિસ્થિતિનું વધુ સારી રીતે આકલન કરવા માટે BSFએ ઇલુ બોમ્બ ફેંક્યા હતા. આ પછી બળવાખોરો ભાગ્યા અને ગોળીબાર બંધ થઈ ગયો. આમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ચિંગરેલ તેજપુર વિસ્તારમાં રાત્રે સ્થિતિ તણાવપૂર્ણ રહી હોવાની માહિતી મળી છે. અહીં 5મી આઈઆરબી પોસ્ટ (ઈમ્ફાલ ઈસ્ટ) પર ટોળાએ હુમલો કર્યો હતો. ટોળાએ મોટા પ્રમાણમાં દારૂગોળો અને હથિયારો લૂંટી લીધા હતા. ટોળાએ છ AK 47 રાઈફલ, ચાર કાર્બાઈન, ત્રણ 303 રાઈફલ અને 2 LMG સાથે દારૂગોળો લૂંટી લીધો હતો.

  • Follow us on: