- મહાદેવ એપ્સે ઓનલાઇન સટ્ટો રમવા માટે કેટલાક પ્રમોશનલ વીડિયો રિલીઝ કર્યા
- તાજેતરમાં મહાદેવ એપ્સનાં માલિકો પર EDનાં દરોડા પાડવામાં આવ્યા હતા
- ગેરકાયદે સટ્ટો રમાડતી એપ્સ ઓપરેટ કરીને રોજનાં રૂ. 200 કરોડની કમાણી
શનિવારે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈપ્રોફાઈલ વર્લ્ડ કપ મેચમાં સટ્ટો રમવા માટે મહાદેવ ઓનલાઈન એપ્સ દ્વારા બિડ ઓપન કરીને સટોડિયાઓને સટ્ટો રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહાદેવ ઓનલાઈન બુક એપ્સ સામે મની લૉન્ડરિંગનો કેસ કરવામાં આવ્યો છે જે સંદર્ભમાં ઈડી દ્વારા દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે. મેચ માટે સટ્ટો રમવા લોકોને લલચાવવા મહાદેવ ઓનલાઈન એપ્સ દ્વારા કેટલાક પ્રમોશનલ વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાયેલી મેચ માટે મહાદેવ ઓનલાઈન એપ્સ દ્વારા ફેરપ્લે, રેડ્ડી અન્ના અને ખેલો યાર દ્વારા બિડ સ્વીકારવામાં આવી હતી. મહાદેવ ઓનલાઈન એપ્સ સૌરભ ચંદ્રાકર તેમજ રવિ ઉપ્પલ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. જે નવા યૂઝર્સની નોંધણી કરે છે. આઈડી ઊભા કરે છે, બેનામી બેન્ક ખાતાઓ દ્વારા નાણાકીય વ્યવહારો કરવા તેણે કેટલીક વેબસાઈટ બનાવી છે અને તેનાં દ્વારા મની લૉન્ડરિંગનાં વ્યવહારો કરાતા હોવાનું ઈડીએ જણાવ્યું હતું.
ફ્રેન્ચાઈઝી દ્વારા સટ્ટો રમાડાય છે










