પહેલગામના હુમલા અને 'ઓપરેશન સિંદૂર'ના યુદ્ધ જેવા કાળમાં ભારતે દાખવેલા આકરા તેવરમાં સિંધુ જળ સંધિ અટકાવતાં પાકિસ્તાનનો પરસેવો છોડી દેવાયો હતો. દુશ્મન દેશ હવે સિંધુ જળ સંધિ પુન: સ્થાપિત કરવા કારગરી રહ્યું છે. જોકે ભારત હવે નીચું નમવાના મૂડમાં નથી અને ખાસ કરીને ભારતીયોનું હિત જોઈને અને આંતરરાષ્ટ્રીય નિયમો આધારે નવેસરથી જ નિર્ણય લેવામાં આવશે.પરોક્ષ રીતે ભારતે પાકિસ્તાનની વિનંતીને ફગાવી દીધી છે એમ કહી શકાશે.


સિંધુ જળ સંધિને પુનઃસ્થાપિત કરવાની પાકિસ્તાનની વિનંતી પર ભારત દ્વારા હાલમાં વિચાર કરવામાં આવશે નહીં. ફરીથી વાટાઘાટો કરવામાં આવશે. જાણકારોના મત મુજબ ભારત આ સિંધુ જળ સંધિને આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ તેના હિત મુજબ બનાવશે એમ સ્પષ્ટ સંદેશો આપ્યો છે. મહિતગારો મુજબ તે સમયના એન્જિનિયરિંગ અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સંધિ કરવામાં આવી હતી, તે સમયે ન તો વસ્તી એટલી વધારે હતી અને ન તો આબોહવા પરિવર્તનના કોઈ પડકારો હતા. જોકે હજુ પણ ભારત પોતાના હિસ્સાનું પાણી લેશે.

1960માં સંધિ પર હસ્તાક્ષર થયા હતા

ભારત અને પાકિસ્તાન વચ્ચે સપ્ટેમ્બર 1960 માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા, તે સમયે તે 'સદ્ભાવના' અને મિત્રતાના આધારે નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં પાકિસ્તાને આતંકવાદને પ્રોત્સાહન આપીને તે વિશ્વાસ તોડ્યો છે. 21મી સદીની જરૂરિયાતો અનુસાર આ સંધિ પર ફરીથી વાટાઘાટો કરવા માંગે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આપણો દેશ હવે પાણી સંધિ અંગેની જૂની શરતો સાથે સંમત થશે નહીં. પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલી અપીલ પર પણ હાલમાં ભારત વિચાર કરશે નહીં. હવે આ સંધિ પર ફરીથી વાટાઘાટો કરવા અને આંતરરાષ્ટ્રીય નિયમો અને ભારતના હિતોને ધ્યાન રાખવામાં આવશે.

વસતિ  હિમનદીઓનું પીગળવું, ઘટતા પાણીના પરિબળો અગત્યના

વધતી જતી વસતિ, હિમનદીઓનું પીગળવું, નદીઓમાં પાણીનું ઘટતું પ્રમાણ અને સ્વચ્છ ઉર્જાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ સંધિની સમીક્ષા કરવી જરૂરી બની ગઈ છે. ભારત એવું પણ માને છે કે પાકિસ્તાને વારંવાર પુનઃવાટાઘાટોમાં અવરોધો ઉભા કર્યા છે, જે આ સંધિની જોગવાઈઓનું ઉલ્લંઘન છે.

પાકિસ્તાન તરફથી ભારત વિરોધી પ્રવૃત્તિ નહીં ચલાવાય

સિંધુ જળ સંધિ એક લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે અને તેનું ભવિષ્ય પાકિસ્તાન તરફથી કોઈ ભારત વિરોધી પ્રવૃત્તિ થાય છે કે કેમ તેવા મુદ્દાઓ પણ જોવાશે.સરકારનું વલણ સ્પષ્ટ છે કે હવે પાણીની વહેંચણી વાટાઘાટો ભારતના વ્યૂહાત્મક અને પર્યાવરણીય હિતોને અનુરૂપ હશે. નવેસરથી થનારી સંધિમાં પણ ભારત પોતાના હિસ્સાનું પાણી લેશે.


  • Follow us on: