- સમુદ્રમાં દુશ્મનોના દાંત ખાટા કરવાની તૈયારી
- ચીનને પછડાટ આપવા ભારતને મળવા જઇ રહ્યુ છે ડિસ્ટ્રોયર
- દિલ્હીમાં કરાશે INS ઇમ્ફાલનું અનાવરણ
ભારતીય નૌસેનાએ સમુદ્રમાં ચીનના વર્ચસ્વને પછાડવા એક નવો માર્ગ અપનાવી લીધો છે. ભારતીય નૌ સેનાને એક ડ્રિસ્ટોર મળવા જઇ રહ્યુ છે જેનું નામ છે સ્ટીલ મિસાઇલ ડ્રેસ્ટોયર.ડિસેમ્બરમાં તેને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. મંગળવારે દિલ્હીમાં યુદ્ધ જહાજ INS ઇમ્ફાલના ક્રેસ્ટનું અનાવરણ કરવામાં આવશે. આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મણિપુરના મુખ્યમંત્રી અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ ભાગ લેશે.
સ્વદેશી યુદ્ધ જહાજ INS ઇમ્ફાલની શું છે તાકાત ?
સ્વદેશી સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ એક ડિસ્ટ્રોયર છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે દુશ્મનની નજરથી છટકી શકે છે અને દુશ્મનના રડારથી આસાનીથી પકડાશે નહીં. તે સરફેસ ટુ સરફેસ મિસાઈલ અને સરફેસ ટુ એર મિસાઈલથી સજ્જ છે. કુલ 32 મીડીયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ દરેક 16 મિસાઈલોના 2 વર્ટિકલ લોન્ચર્સથી ફાયર કરી શકાય છે. આ સિવાય બ્રહ્મોસ એન્ટી શિપ મિસાઈલ સિસ્ટમ પણ એન્ટી-સરફેસ વોરફેર માટે લગાવવામાં આવી છે. આ સિસ્ટમથી 16 બ્રહ્મોસ મિસાઈલ છોડવામાં આવી શકે છે. તે આધુનિક સર્વેલન્સ રડારથી સજ્જ છે અને દુશ્મન સબમરીનને નષ્ટ કરવા માટે રોકેટ લોન્ચર અને ટોર્પિડો લોન્ચર પણ ધરાવે છે. આ જહાજની લંબાઈ 163 મીટર છે અને તેનું વજન 7400 ટન છે. આ વિનાશક ચાર શક્તિશાળી ગેસ ટર્બાઇન દ્વારા સંચાલિત છે અને તેની મહત્તમ ઝડપ 30 નોટિકલ માઇલ સુધીની હોઇ શકે છે.
શું છે નૌસેનાનો પ્રોજેક્ટ ?
પ્રોજેક્ટ 15B (P15-B) વર્ષ 2013માં ભારતીય નૌકાદળની તાકાત વધારવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 4 ડિસ્ટ્રોયર બનાવવાના હતા. પ્રથમ વિનાશક INS વિશાખાપટ્ટનમને વર્ષ 2021માં જ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. INS મોર્મુગાઓ આ પ્રોજેક્ટનું બીજું જહાજ છે, જેને સત્તાવાર રીતે વર્ષ 2022માં નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. હવે ડિસ્ટ્રોયર ઈમ્ફાલને આ વર્ષે ડિસેમ્બરમાં સામેલ કરવામાં આવશે અને આવતા વર્ષે 'સુરત' નેવીમાં સામેલ કરવામાં આવશે. પ્રોજેક્ટ 15Bનું ત્રીજું સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ‘ઈમ્ફાલ’ આ વર્ષે એપ્રિલમાં તેના દરિયાઈ ટ્રાયલ પર લોન્ચ કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં બ્રહ્મોસનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. P-15Bના ચોથા જહાજ, 'સુરત'ને ગયા વર્ષે મે મહિનામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા પરીક્ષણ તરીકે સમુદ્રમાં છોડવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે તે વર્ષ 2025 સુધીમાં ભારતીય નૌકાદળમાં પણ સામેલ થઈ જશે. આ યુદ્ધજહાજ વિશાખાપટ્ટનમ ક્લાસ સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે. તે નેવીના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ મઝગાંવ ડોક દ્વારા કરવામાં આવ્યું છે.