• 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
  • પીએમ મોદીએ ટ્વિટર પર શેર કર્યા છે યોગાસનના વીડિયો
  • યોગ કરવાથી સ્વસ્થ રહે છે શરીર

21 જૂને ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશ વિદેશમાં આ દિવસે યોગ કરવામાં આવે છે. યોગાસનો આપાણા શરીર માટે લાભ દાયી છે.વિવિધ રોગોમાં રક્ષણ મળે છે. કહેવાય છે કે રોજ યોગ કરવાથી શરીરને અનેક સમસ્યાઓથી રાહત મળે છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલાક એવા યોગાસનો વિશે જણાવીએ જેનાથી તમને શારીરિક સમસ્યાઓમાં ફાયદો થશે.

યોગ અંગે પીએમ મોદીએ શેર કર્યા વીડિયો 

મહત્વનું છે કે 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.પીએમ મોદીએ યોગ દિવસની પહેલ શરૂ કરી છે. પીએમ મોદી પણ અવારનવાર યોગના ફાયદા વિશે કહેતા રહે છે ત્યારે તેમણે પોતાના ટ્વિટર પર વિવિધ યોગાસનના વીડિયો શેર કર્યા હતા. આ વીડિયોમાં વિવિધ યોગ અને તેના ફાયદા વિશે પણ જણાવવામાં આવ્યું છે. 


યોગ દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં લખ્યું હતું કે ભદ્રાસનના અભ્યાસથી સાંધા મજબૂત થાય છે અને ઘૂંટણનો દુખાવો ઓછો થાય છે. તે પેટની સમસ્યાઓને દૂર રાખવામાં પણ મદદરૂપ છે.


પદહસ્તાસનનો નિયમિત અભ્યાસ ઘણી રીતે ફાયદાકારક છે. આ યોગ આસન કરવાથી કરોડરજ્જુ લચીલી બને છે. તેમજ હૃદય રોગ જેવી ઘણી સમસ્યાઓ સામે લડવામાં શરીરને મદદ કરે છે.


પીએમ મોદીએ શેર કરેલા વીડિયોમાં ચક્રાસન પણ સામેલ છે. એવું કહેવાય છે કે નિયમિત કસરત શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ છે, તેનાથી હૃદય સ્વસ્થ રહે છે અને રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે.


સર્વાંગાસન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આની પ્રેક્ટિસ કરવાથી સ્થૂળતા, નબળાઈ, ઉંચાઈનો અભાવ અને થાક જેવી સમસ્યાઓ ઘણી હદ સુધી દૂર થઈ જાય છે.


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ની થીમ "મહિલા સશક્તિકરણ માટે યોગ" છે, થીમ મહિલાઓની એકંદર સુખાકારીમાં યોગની ભૂમિકા પર ભાર મૂકે છે અને મહિલાઓના જીવન પર યોગની પરિવર્તનકારી અસરને પ્રોત્સાહન આપે છે.


  • Follow us on: