• નૌસેનાએ કરી યોગ દિવસની ઉજવણી
  • દરિયાની વચ્ચોવચ કરી યોગ દિવસની ઉજવણી
  • ફરજ દરમિયાન પણ યોગ દિવસની કરી ઉજવણી
10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આખુ વિશ્વ યોગના રંગે રંગાયુ છે. માઇનસ ડિગ્રીમાં ફરજ નિભાવતા આર્મી જવાનો સહિત નૌ સેના દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પીએમ મોદી, જેપી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ સહિત રાજકીય દિગ્ગજોએ પણ યોગ કરીને લોકોને પોતાના રોજિંદા જીવનમાં યોગનો સમાવેશ કરવાની પ્રેરણા આપી હતી.

INS તેગ પર યોગાભ્યાસ

10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ના અવસર પર નૌકાદળના જવાનોએ INS તેગ પર યોગનો અભ્યાસ કર્યો. નેવી કર્મીઓએ આઇએનએસ તેગ પર ફરજ દરમિયાન યોગ કરવાનું ભૂલ્યા ન હતા .

INS વિક્રમાદિત્ય પર યોગાભ્યાસ

આ તરફ આઇએનએસ વિક્રમાદિત્ય પર પણ ઓનબોર્ડ યોગ કરવામાં આવ્યા. નૌસેનાના કર્મીઓ યોગ કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો.
  • Follow us on:

[[$googlead]]