આઇફોન ફોનને લોકોમાં ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આઇફોન મોબાઇલ યુઝ કરવા માટે એવો ક્રેઝ છે કે દેવુ કરીને પણ વાપરે તો આઇફોન જ. હમણા થોડા સમય પહેલા આઇફોન 16 લૉન્ચ થયો. તેવામાં આઇફોનની પણ દાણચોરીના બનાવો બની રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી દિલ્હીના IGI એરપોર્ટ પર . કસ્ટમ વિભાગે
દિલ્હી કસ્ટમ્સની કાર્યવાહી
દિલ્હીના IGI એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ચાર યાત્રીઓ પાસેથી એક બે નહી પરંતુ 12 iPhone 16 Pro Max જપ્ત કર્યા છે. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર આ મુસાફરો દુબઈથી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-1464માં અહીં આવ્યા હતા. તેઓ કથિત રીતે તેને ભારતમાં તસ્કરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કસ્ટમ વિભાગે ગુરુવારે આ અંગે માહિતી આપી.
iPhone 16ની દાણચોરીનો પર્દફાશ
અધિકારીઓએ જણાવ્યું કે દુબઈથી ઈન્ડિગો ફ્લાઈટ નંબર (6E-1464) દ્વારા મંગળવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર પહોંચેલા મુસાફરો પાસેથી આ ફોન મળી આવ્યા છે. IGI એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ 1 ઓક્ટોબર, 12 ના રોજ ભારતમાં iPhone 16 Pro Maxની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ચાર મુસાફરોના જૂથને અટકાવ્યા હતા. દિલ્હી કસ્ટમ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.
પહેલા 26 મળ્યા હતા આઇફોન 16
દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ મંગળવારે એક મહિલા મુસાફર પાસેથી 26 iPhone-16 Pro Max જપ્ત કર્યા હતા. એપલ કંપનીએ હાલમાં જ આ નવો મોબાઈલ માર્કેટમાં લોન્ચ કર્યો છે.









