• વર્ષ 2021માં IPS રાજકૃષ્ણએ ચોથા પ્રયાસે UPSC ક્રેક કરી હતી
  • ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં IPS અધિકારીએ 158મો ક્રમ મેળવ્યો હતો
  • એક વિડીયોમાં IPS રાજકૃષ્ણએ પોતાના અનુભવો શેર કર્યા હતા

IPS રાજ કૃષ્ણનો એક વિડીયો છેલ્લા કેટલાંક સમયથી વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ એક કહેવતનો ઉલ્લેખ કરતા જોવા મળે છે. તેઓ કહે છે કે, ‘ઓલ્ડ રાજેન્દ્રનગરમાં એક કહેવત છે કે એવો કોઈ સગો નથી જેને UPSC કોચિંગે ઠગ્યો નથી.’ બિહારના રાજ કૃષ્ણએ દિલ્હીમાં રહીને સિવિલ સર્વિસીસની તૈયારી કરી હતી. બાદમાં વર્ષ 2021માં તેમણે ચોથા પ્રયાસે UPSC ક્રેક કરી ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 158મો ક્રમ મેળવ્યો હતો. તાજેતરમાં જ એક વિડીયોમાં તેમણે પોતાના અનુભવો શેર કર્યા હતા.

સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી માટે ઘણા ઉમેદવારો કોચિંગ પણ શરૂ કરતા હોય છે. તમામનો પોતપોતાનો અનુભવ હોય છે. પરંતુ કોચિંગ કરતા સેલ્ફ સ્ટડીનું પોતાનું અલગ જ મહત્વ હોય છે. તેને જ લઈને IPS રાજ કૃષ્ણએ કહ્યું હતું કે, ‘એવો કોઈ સગો નથી જેને UPSC કોચિંગે ઠગ્યો નથી.’


IPS રાજ કૃષ્ણએ જનરલ સ્ટડી માટે કોચિંગ નહોતી લીધી. કારણ કે કોલેજ ટાઈમમાં જ બેઝીક્સ કવર કરી લીધું હતું., બસ તેમાં જ વેલ્યુ એડીશન કરવાની જરૂર હતી. તેમનું કહેવું છે કે કોચિંગ એક ચોક્કસ નક્કી કરેલ ફોરમેટમાં ભણાવતા હોય છે, જેમાંથી વાંચીને તમે સિલેબસ સમજી શકો છો. પરંતુ, તેઓ એ રીતે નથી ભણાવતા જે UPSC દ્વારા પૂછવામાં આવેલ યુનિક સવાલોને કવર કરે.

રાજ કૃષ્ણ કહે છે કે જો તમે કોચિંગ્સની આન્સર કિ જુઓ તો તમામના 10થી 15 માર્ક્સનું જ અંતર હોય છે. એવામાં તમે કેવી રીતે વિચારી શકો કે કોચિંગ તમને તે પરીક્ષા માટે ભણાવી શકે છે જેની તેઓ ઘરે બસીને ઈન્ટરનેટના માધ્યમથી પણ આન્સર કિ નથી બનાવી શકતા.

ભીખ માંગતા બાળકો જોઇને સવાલો ઉઠે છે

UPSC પરીક્ષા વિષે વાત કરતા રાજ કૃષ્ણ જણાવે છે કે તેમણે ચહેરા પર સ્માઈલ સાથે ઈન્ટરવ્યું આપ્યો હતો. જયારે તેમને પૂછવામાં આવ્યું કે કઈ વાત તેમને ગુસ્સો અપાવે છે? તો તેમણે કહ્યું હતું કે રસ્તાના કિનારે બાળકોને ભીખ માંગતા જોઇને તેઓ પરેશાન થઇ જાય છે અને બેઘર લોકોને જોઇને તેમના મનમાં ઘણા સવાલો ઉઠે છે.

તેમણે જણાવ્યું કે UPSCની તૈયારી કરવાની આ લાંબી મુસાફરીને રસપ્રદ અને સટીક બનાવવા માટે મિત્રોનું એક સારું ગ્રુપ પણ જરૂરી છે. IPS રાજ કૃષ્ણએ વિડીયોમાં UPSC માટે પોતાની પ્રિલીમ, મેઈન્સ એક્ઝામ અને ઈન્ટરવ્યું સ્ટ્રેટેજી શેર કરી છે.

જાણો IPS રાજ કૃષ્ણની અંગત લાઈફ

અંગત જીવન વિષે વાત કરતા રાજ કૃષ્ણએ જણાવ્યું કે તેઓ બિહારના છે. તેમનું બાળપણ પટનામાં વીત્યું છે. માતા-પિતા ટીચિંગ લાઈનમાં હતા એટલે શરૂઆતથી પણ ભણતરનો માહોલ હતો. તેમણે ધોરણ 10 દહેરાદુનની DAV સ્કુલ માંથી પૂર્ણ કર્યું અને 12નો અભ્યાસ બોકારોની DPS કોલેજમાંથી પૂર્ણ કર્યું. ત્યારબાદ IIT ગુવાહાટી માટે તેઓ સિલેક્ટ થયા. પરંતુ 2018 બાદ UPSCની તૈયારી માટે દિલ્હી આવી ગયા. રાજ કૃષ્ણએ 2021માં ચોથા પ્રયાસે UPSCની પરીક્ષા પાસ કરી હતી.


  • Follow us on: