• કોંગ્રેસ સાંસદ અધીર રંજને ભાજપ પર કર્યા પ્રહાર
  • વરુણ ગાંધીની ટિકિટ કપાતા આપી ઑફર
  • પશ્ચિમ બંગાળની બેહરામપુર સીટના છે ઉમેદવાર અધીર રંજન

બીજેપીની પાંચમી ઉમેદવારોની યાદીમાં પીલીભીત પરથી સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કપાઇ ગઇ છે. પાર્ટીએ યુપી સરકારમાં મંત્રી એવા જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળની બેહરામપુર સીટના કોંગ્રેસના સાંસદ અધિર રંજન ચૌધરીએ બીજેપી પર નિશાન સાધતા વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવા ઓફર આપી છે.

વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય- અધીર રંજન

[[$googlead]]

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે વરુણ ગાંધીએ કોંગ્રેસમાં જોડાવવું જોઈએ. જો તેઓ કોંગ્રેસમાં જોડાશે તો અમને આનંદ થશે. વરુણ ગાંધી એક મજબૂત અને ખૂબ જ સક્ષમ નેતા છે. તેમણે કહ્યું કે ગાંધી પરિવાર સાથેના તેમના જોડાણને કારણે ભાજપે તેમને ટિકિટ આપી નથી. અમે ઈચ્છીએ છીએ કે વરુણ ગાંધી હવે કોંગ્રેસમાં જોડાય.

[[$alsoread]]

મેનકા ગાંધીને બીજેપીએ આપી છે ટિકિટ

પીલીભીતથી ટિકિટ કપાયા બાદ હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વરુણ ગાંધીનો નેક્સ્ટ સ્ટેપ શું હશે ? શું તે કોંગ્રેસ કે અન્ય પક્ષમાં જોડાશે કે અપક્ષ તરીકે ચૂંટણી લડશે? સૂત્રોનું માનીએ તો વરુણ હવે પીલીભીતથી ચૂંટણી નહીં લડે. તેમણે પોતાના નજીકના લોકોને કહ્યું છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને હવે તે ચૂંટણી નહીં લડે. જો કે ભાજપની યાદીમાં વરુણ ગાંધીની માતા મેનકા ગાંધીને સુલતાનપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

  • Follow us on: