જમ્મુ-કાશ્મીરના રામગઢ વિધાનસભા ક્ષેત્રમાં એક સભાને સંબોધિત કરતી વખતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. CM યોગીએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પાકિસ્તાન સમર્થિત પાર્ટીઓ સાથે છે અને તેનો અસલી ચહેરો અનામત વિરોધી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, "હું અયોધ્યા ધામની ધરતી ઉત્તરપ્રદેશથી તમારી પાસે આવ્યો છું. અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે અને જમ્મુમાં રામગઢ તેમના નામ પર બનેલું છે." કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ લાંબા સમયથી સત્તામાં હોવા છતાં તેણે અયોધ્યા સમસ્યાનો ઉકેલ આવવા દીધો નથી.


[[$googlead]]

કોંગ્રેસે હિન્દુઓને નબળા પાડવાનું કામ કર્યું છે: CM યોગી

પીએમ મોદીના વખાણ કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, તમે બધાએ મોદીજીમાં વિશ્વાસ કર્યો અને 500 વર્ષ જૂની અયોધ્યાની સમસ્યાનો ઉકેલ આવી ગયો જાણે તે કોઈ સમસ્યા જ ન હોય. યોગીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસનું નામ જ સમસ્યા છે અને ભાજપનું નામ જ તેનું સમાધાન છે. કોંગ્રેસ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, "દેશમાં આજે જ્યાં પણ આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદની સમસ્યાઓ છે, આ બધાને પોષણ આપવાનું કામ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસે હિન્દુઓને નબળા પાડવાનું કામ કર્યું છે. જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં છે, ત્યારે ત્યાં સરકાર હતી અને જમ્મુ-કાશ્મીરમાં તેને સમર્થન આપતી સરકારો હતી, અહીં જે ઘટનાઓ બની તે કોઈનાથી છુપાયેલી નથી."

[[$alsoread]]

અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. તેઓએ આજે ઉધમપુરમાં રેલી સંબોધી હતી. જે દરમિયાન તેમણે નેશનલ કોન્ફરન્સ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ચૂંટણી પછી અમે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવીશું. જમ્મુ કાશ્મીરને સ્ટેટહૂડ જરૂરથી મળશે. આ ઉપરાંત કલમ 370ને લઇને પણ તેમણે વિપક્ષ પર ધારદાર પ્રહાર કર્યા હતા.

રાહુલ બાબા સાંભળી લો..

તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે રાહુલ ગાંધી કહે છે કે કલમ 370 પાછી લાવીશું. તો હું રાહુલ ગાંધીને કહેવા માગુ છુ કે તમારી 3 પેઢીઓ પાસે એટલી તાકાત નથી કે કલમ 370 પરત લાવી શકે. અમિત શાહે વધુમાં કહ્યું કે મોદીજીની સરકારમાં ન તો પથ્થરમારો છે કે ન તો આતંકવાદ. રાહુલ બાબાએ ગઈ કાલે કહ્યું હતું કે અમે રાજ્યનો દરજ્જો આપીશું. દેશની સંસદમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પછી અમે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું. જમ્મુ-કાશ્મીરને ચોક્કસ રાજ્યનો દરજ્જો મળશે, પરંતુ તે નરેન્દ્ર મોદી આપશે.

  • Follow us on: