જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેને લઇને તૈયારીઓ પુરતી કરી દેવામાં આવી છે. ખાસ કરીને સુરક્ષાને લઇને ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. રાજૌરી જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા છે. વાહનોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


[[$googlead]]

આ 26 બેઠકો પર મતદાન

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં જમ્મુ-કાશ્મીરના છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જે બેઠકો પર ચૂંટણી યોજાશે તેમાં કંગન (ST), ગાંદરબલ, હઝરતબાલ, ખાનયાર, હબ્બકદલ, લાલ ચોક, ચન્નાપોરા, જડીબલ, ઈદગાહ, સેન્ટ્રલ શાલટેંગ, બડગામ, બીરવાહ, ખાનસાહિબ, ચરાર-એ-શરીફ, ચદૂરા અને ગુલાબગઢ (ST)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત રિયાસી, શ્રી માતા વૈષ્ણો દેવી, કાલાકોટ-સુંદરબની, નૌશેરા, રાજૌરી (ST), બુધલ (ST), થન્નામંડી (ST), સુરનકોટ (ST), પૂંચ હવેલી અને મેંઢર (ST) બેઠકો પર પણ મતદાન થશે.

[[$alsoread]]

પ્રચાર પડઘમ થઇ ગયા શાંત

બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 239 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. 25.78 લાખ મતદારો આ ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. બુધવારે સવારે 7 થી 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. સોમવાર 23 સપ્ટેમ્બર પ્રચાર પ્રસાર માટેનો અંતિમ દિવસ હતો. આજથી પ્રચાર પડઘમ શાંત થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાશ્મીરના પૂંછના સુરનકોટ અને સેન્ટ્રલ શાલટેંગમાં રેલીઓ યોજી હતી. કોંગ્રેસના ઉમેદવારો માટે વોટ માંગ્યા હતા જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબા, બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યા, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લા પણ પ્રચાર કરતા જોવા મળ્યા હતા.


  • Follow us on: