• ઓડિશાના પુરી જગન્નાથ મંદિરનો ખોલ્યો છે રત્નભંડાર
  • 11 સભ્યોની ટીમની કરી રચના
  • ખજાનો બહાર કાઢતા લાગ્યો 7 કલાકનો સમય

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરની અંદર રત્ન ભંડારમાં રાખવામાં આવેલા ખજાનાનું તાળુ ગુરુવારે તોડવામાં આવ્યું હતું. જેમાંથી ભગવાનનો કિંમતી ખજાનો બહાર કાઢવામાં આવ્યો છે. આ કામ માટે સરકારે 11 સભ્યોની કમિટી બનાવી હતી. 18મી જુલાઈએ સવારે 9.51 કલાકે સમિતિના 11 લોકો અંદર ગયા હતા. ત્રીજા રૂમમાંથી 4 કબાટ અને 3 પેટી મળી આવી હતી.

કેટલું મળ્યુ સોનું ? 
મળતી માહિતી મુજબ એટલો બધો ખજાનો હતો કે સમિતિના સભ્યોને પણ પરસેવો છૂટી ગયો હતો. કમિટીના સભ્યોએ લગભગ ખજાનો બહાર કાઢવામાં 7 કલાકથી વધુ સમય લાગ્યો હતો. ત્યારે હવે ખજાનામાંથી શું મળી આવ્યું તે વિશે વાત કરીએ તો મળતી માહિતી મુજબ ભગવાન જગન્નાથના મંદિરના પહેલા રૂમમાંથી 3.48 કિલો સોનું મળી આવ્યું હતું. બીજા રૂમમાંથી 95.32 કિલો સોનું અને ત્રીજા રૂમમાંથી 50.6 કિલો સોનું મળી આવ્યું હતું.

કેટલું મળ્યુ ચાંદી ?
પહેલા રૂમમાંથી 30.35 કિલો ચાંદી મળી આવી હતી. પહેલા રૂમમાં મળેલ સોનું અને ચાંદીનો ઉપયોગ અનુષ્ઠાનમાં કરવામાં આવે છે. બીજા રૂમમાં 19.48 કિલો ચાંદી મળી આવ્યું. ત્રીજા રૂમમાંથી 134.50 કિલો ચાંદી મળી આવી હતી. ત્રીજા રૂમમાંથી મળેલા સોના-ચાંદીનો આજદિન સુધી ઉપયોગ થયો નથી.

ત્રીજા રૂમમાંથી શું મળ્યું?
રત્નભંડારમાં ગયેલી મોનિટરિંગ કમિટીને ત્રીજા રૂમમાં 6.50X 4 ફૂટનું કબાટ મળ્યું. આ ઉપરાંત 3X4 ફૂટની એક પેટી મળી. જોકે અત્યાર સુધીમાં કુલ 9 પેટી અને 4 કબાટ મળી ચૂક્યા છે. જગન્નાથ મંદિરનો પહેલો રૂમ દરરોજ પૂજા માટે ખોલવામાં આવે છે. બીજો રૂમ વિશેષ પૂજા માટે ખોલાય છે. જ્યારે ત્રીજો ખંડ છેલ્લા 46 વર્ષથી બંધ હતો. દુનિયાભરમાં વસતા કરોડો હિન્દુઓની સાથે સાથે આખા દેશની નજર આ જગન્નાથ મંદિર પર ટકેલી છે.

હાલ કિંમતી વસ્તુઓ ક્યાં મૂકવામાં આવી ?
મહત્વનું છે કે મંદિરના ત્રણ રૂમનો તમામ ખજાનો હંગામી સ્ટ્રોંગ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. મોનીટરીંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે બેઝમેન્ટ અને ટનલને લઈને લોકોમાં ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે. જેથી ખજાનાની ગણતરી કરતા પહેલા કમિટી આ ભ્રમને દૂર કરવા માગે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, જગન્નાથ મંદિર પ્રબંધન સમિતિએ રાજ્ય સરકારને ભલામણ કરી હતી કે 2024માં વાર્ષિક રથયાત્રા દરમિયાન રત્ન ભંડાર ખોલવામાં આવે.
  • Follow us on: