રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવારે (20 ડિસેમ્બર) સવારે એક મોટો અકસ્માત થયો હતો. જયપુરના ભાંકરોટા વિસ્તારમાં એક સાથે ડઝનબંધ વાહનોમાં આગ લાગી હતી. અહીં એક CNG ટ્રક અને અન્ય ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. આગ નજીકના વાહનોને પણ લપેટમાં લીધી જેમાં ઘણા મુસાફરો ઇજા ગ્રસ્ત થયા છે. મુસાફરોએ વાહનોમાંથી ઉતરીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, 20થી વધુ લોકો દાઝી ગયાના સમાચાર છે. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યામાં વધારો થયો છે મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. 


[[$googlead]]

શુક્રવારે સવારે લગભગ 5.00 વાગ્યે ડી ક્લોથોન પાસે આ અકસ્માત થયો હતો

[[$alsoread]]

શુક્રવારે સવારે લગભગ 5.00 વાગ્યે ડી ક્લોથોન પાસે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાથે જ વાહનોમાં ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આગ પર કાબુ મેળવાયો નથી.

 આગ એટલી ખરાબ રીતે ફેલાઈ ગઈ છે કે ક્ષતિગ્રસ્ત વાહનો હજુ પણ તેની પકડમાં છે 

કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ખરાબ રીતે ફેલાઈ ગઈ છે કે ક્ષતિગ્રસ્ત વાહનો હજુ પણ તેની પકડમાં છે અને પોલીસ અને ફાયર વિભાગની ટીમો હજુ સુધી તેને કાબૂમાં કરી શકી નથી. ફાયરની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સલામતી માટે નજીકના રોડને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ વિસ્તારનો માહોલ ભયજનક બની ગયો છે. ઘટના સ્થળ પર ઘણા વાહનો હાજર છે, જે આગની ઘટના બાદ સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

આ અકસ્માતમાં લગભગ બે ડઝન લોકો દાઝી જવાથી ગંભીર રીતે ઘાયલ થયા છે

જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં લગભગ બે ડઝન લોકો દાઝી જવાથી ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે સવાઈ માન સિંહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માત ભાંકરોટા વિસ્તારમાં એક ખાનગી શાળા પાસે થયો હતો. અકસ્માત બાદ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઘાયલોને જોવા માટે એસએમએસ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચ્યા છે.

દુર્ઘટના અંગે જયપુરના ડીએમ જીતેન્દ્ર સોનીએ જણાવ્યું કે, 'લગભગ 40 વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત કાર્ય ચાલી રહ્યું છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને હવે માત્ર 1-2 વાહનો જ બચ્યા છે. આ ઘટનામાં લગભગ 23-24 લોકો ઘાયલ થયા છે.

  • Follow us on: