જ્યાં એક પછી એક અનેક પ્રસંગોએ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લેતા ક્યારેય થાકતા નથી. દરમિયાન, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાની મધ્યસ્થીને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત બાદ યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે અને તેમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી.એક ડચ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાના અમેરિકાના દાવાને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો હેતુ ધાર્મિક ઉન્માદ પેદા કરવાનો હતો. પાકિસ્તાની આર્મી ચીફ મુનીર ધાર્મિક કટ્ટરપંથી છે. તેમણે કહ્યું કે મુનીરે પણ તેમના ઘણા નિવેદનો દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે.તે સમયે અમેરિકા સહિત ઘણા દેશો અમારા સંપર્કમાં હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત બાદ યુદ્ધવિરામ થયો.
પાકિસ્તાને પોતે જ યુદ્ધવિરામની વાત કરી હતી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને પગલે વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે પાકિસ્તાનના નેતૃત્વ, ખાસ કરીને તેના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પર કટ્ટર ધાર્મિક વિચારોથી પ્રેરિત હોવાનો આરોપ લગાવ્યો હતો. ડચ બ્રોડકાસ્ટર NOS સાથે વાત કરતા, જયશંકરે પહેલગામમાં થયેલા હુમલામાં 26 નાગરિકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલો પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો જેમણે હિન્દુ ધર્મના આધારે પીડિતોને નિશાન બનાવ્યા હતા.
ટ્રમ્પે ફરીવાર વ્યવસાય વિશે વાત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિએ વેપાર વાટાઘાટો દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ઘટાડવામાં પોતાની ભૂમિકાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથેની તેમની વાતચીત દરમિયાન, ટ્રમ્પે પીએમ મોદી સાથેના તેમના સંબંધો પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, જો તમે જુઓ કે અમે પાકિસ્તાન અને ભારત સાથે શું કર્યું છે, તો અમે આખો મુદ્દો ઉકેલી લીધો છે.
ટ્રમ્પે કહ્યું ભારત મારો મિત્ર
તેમણે કહ્યું કે મને લાગે છે કે મેં તેને વ્યવસાય દ્વારા ઉકેલી લીધું છે. અમે ભારત સાથે મોટો સોદો કરી રહ્યા છીએ. અમે પાકિસ્તાન સાથે મોટો સોદો કરી રહ્યા છીએ. તમે જાણો છો કે અંતે કોઈને ગોળી ચલાવવી પડી હતી, પરંતુ ગોળીબાર વધુને વધુ ખરાબ થતો ગયો, મોટો અને મોટો, દેશમાં ઊંડે સુધી વધતો ગયો. અમે તેમની સાથે વાત કરી અને...અમે તેનો ઉકેલ લાવ્યો. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં કેટલાક અદ્ભુત લોકો અને કેટલાક ખરેખર સારા નેતાઓ છે અને ભારત મારો મિત્ર છે.