જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ હાલ તમામ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત કરી દેવાયો છે. સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. પહલગામના આતંકીઓને શોધવા માટે પોસ્ટર્સ પણ લગાવાયા છે. ત્યારે જમ્મુ કાશ્મીરના સોપિયામાં ગઇકાલે સાંજે પાકિસ્તાનનું ડ્રોન દેખાયા બાદ સુરક્ષા જવાનોએ એન્કાઉન્ટર શરૂ કર્યુ છે. જેમાં આતંકીઓને સેનાએ ઘેરી લીધા હતા. અને 3 આતંકી ઠાર મરાયા છે.


[[$googlead]]

સર્ચ ઓપરેશન તેજ 

સુરક્ષા દળોથી ઘેરાયેલા આતંકવાદીઓએ સેનાના જવાનોને જોતા જ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. સુરક્ષા દળોને પહેલેથી જ માહિતી મળી હતી કે આતંકીઓ અહીં છૂપાયેલા છે. પરિણામે આ કારણે જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હતું.

[[$alsoread]]

યુદ્ધવિરામ પછી આતંકવાદીઓ પર કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે યુદ્ધવિરામ પછી ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું કે અમારું લક્ષ્ય ફક્ત આતંકવાદીઓ છે અને તેમનો ખાત્મો જરૂરી છે. આ જ કારણ છે કે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં, સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. તમને જણાવી દઈએ કે સેના છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આજે આ સંદર્ભમાં મોટી સફળતા મળી છે.


  • Follow us on: