જમ્મુ-કાશ્મીરથી એક ખુબજ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. બાંદીપોરના સદર કૂટ પેઈન વિસ્તાર પાસે સૈનિકોને લઈ જતી સેનાની ટ્રકને એક વળાંક પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં અકસ્માત થયો હતો. ટ્રક પહાડ પરથી નીચે પટકાયો હતો. આ ઘટનામાં 2 જવાન શહીદ થયા છે તેમજ 7 જવાન ઘાયલ થયા છે, કેટલાકની હાલત ગંભીર છે, તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


સૈનિકોને લઈને જઈ રહેલી સેનાની ટ્રકને બાંદીપોરાના સદર કૂટ પાઈન વિસ્તાર પાસે અકસ્માત નડ્યો 

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં અધિકારીઓએ જણાવ્યું કે, 'સૈનિકોને લઈને જઈ રહેલી સેનાની ટ્રકને બાંદીપોરાના સદર કૂટ પાઈન વિસ્તાર પાસે અકસ્માત નડ્યો જ્યારે ડ્રાઈવરે વળાંક પર કાબૂ ગુમાવ્યો. ટ્રક પહાડી પરથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં 2 જવાન શહીદ થયા અને 5 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા. દરેકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે હાજર છે.

સુરક્ષા દળો અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે હાજર 

અગાઉ 24 ડિસેમ્બરના રોજ, સેનાનું એક વાહન રસ્તા પરથી લપસી ગયું હતું અને પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 5 જવાનોના મોત થયા હતા અને ડ્રાઈવર સહિત 5 અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સેનાએ આ માર્ગ અકસ્માત અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, '2.5 ટન વજનનું વાહન, જે છ વાહનોના કાફલાનો ભાગ હતું, પુંચ નજીક ઓપરેશનલ ટ્રેક પર જતા સમયે રસ્તા પરથી ઉતરી ગયું અને ખાડામાં પડી ગયું.



  • Follow us on: