જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાની ઘટનામાં 26 લોકો માર્યા ગયા છે. ઘટનાની ગુંજે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. આ તમામની વચ્ચે રાજનેતાઓથી લઈને સેલિબ્રિટીઓએ પણ દુઃખ વલ્યક્ત કર્યું છે. ભારત દેશના લોકોએ પાકિસ્તાન પર હુમલો કરવાની માંગ ઉઠાવી છે. આ તમામની વચ્ચે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નિવેદન સામે આવ્યું છે. 


હુમલા બાદ રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હુમલામાં શામેલ એક પણ આતંકવાદીને છોડવામાં આવસે નહીં, હવે એવું કરશું કે દુનિયા જોતી રહેશે. ભારત ટુંક સમયમાં હુમલાનો જવાબ આપશે. હું દેશવાસીઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે સરકાર દરેક જરૂરી પગલાં ભરશે. અમે ના ફક્ત આ કૃત્યને અંજામ આપનાર દોષીઓ સુધી પહોંચીશું પરંતુ પડદા પાછળના લોકો સુધી પણ પહોંચીશું... આરોપીઓને જલદી જોરદાર અને સ્પષ્ટ જવાબ મળશે, હું દેશને આશ્વસ્ત કરવા માંગુ છું. 

ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની રાજનાથ સિંહ સાથે ઈમરજન્સી બેઠક

સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પરિણામોની ચર્ચા કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સૈન્યના પ્રમુખ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સાથે ઈમરજન્સી બેઠક કરી હતી. આ બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. આ પહેલા આજે સંરક્ષણ મંત્રીને પહલગામ અને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ વિશે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને તેમના નૌકાદળના સમકક્ષ એડમિરલ દિનેશ ત્રિપાઠી દ્વારા માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

રાજનાથ સિંહે પહેલગામમાં થયેલા હુમલાને "અત્યંત અમાનવીય" ગણાવ્યો હતો જેણે "આપણને બધાને ઊંડા શોક અને વેદનામાં મૂકી દીધા છે". "હું ભારતના દ્રઢ સંકલ્પને પુનરાવર્તિત કરવા માંગુ છું કે આતંકવાદ સામે અમારી પાસે શૂન્ય સહિષ્ણુતા નીતિ છે", તેમણે કહ્યું. તેમણે કહ્યું કે ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એક થયો છે.

  • Follow us on: