જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા પાંચ આતંકવાદીનો સફાયો કરાયો છે.


કહેવાય છે કે, એ બધા આતંકવાદી જૈસ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. આ અથડામણમાં ચાર પોલીસકર્મીઓ પણ શહીદ થયાની પુષ્ટિ થઈ છે. જિલ્લાના સુદૂર વનવિસ્તારમાં પહેલાં થયેલી અથડામણવાળી જગ્યાની નજીક શુક્રવારે ડ્રોન દ્વારા વધુ એક પોલીસકર્મીનો મૃતદેહ જોવા મળ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચોથો પોલીસકર્મી પણ શહીદ થયો છે. સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમણે જણાવ્યું કે બીજા દિવસે પણ ભારે ગોળીબાર અને વિસ્ફોટોના તીવ્ર અવાજ સંભળાતા રહ્યા. પોલીસ, સેના અને સીઆરપીએફના જવાનોએ સવારે જુદી જુદી દિશાઓમાંથી તે ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો અને અભિયાન શરૂ કરી દીધું હતું. સુરક્ષાદળોનો મુખ્ય હેતુ મૃત્યુ પામેલા આતંકવાદીઓ અને પોલીસકર્મીઓનાં મૃતદેહને ત્યાંથી બહાર લઈ આવવાનું છે. એક પોલીસકર્મી લાપતા છે, તેને શોધવાનું અભિયાન ચાલુ છે.

સ્નિફર ડોગ્સ અને ડ્રોન તહેનાત કરાયા

અધિકારીઓએ જણાવ્યું કે, રાજબાગના ઘાટી જૂથાનામાં જખોલે ગામની નજીક આતંકવાદીઓ વિરુદ્ધ ગુરુવારે સવારે લગભગ આઠ વાગ્યે આભિયાન શરૂ થયું હતું. એસઓજીના નેતૃત્વમાં સેના અને સીઆરપીએફની મદદથી કરવામાં આવેલી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીને ઠાર કરાયા હતા. અધિકારીએ જણાવ્યું કે, આ ઓપરેશનમાં એસડીપીઓ ઉપરાંત ત્રણ પોલીસકર્મીઓને કઠુઆ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિયાનમાં સેનાના બે જવાન પણ ઘાયલ થયા છે. બચી ગયેલા આતંકવાદીઓનો સફાયો કરવા માટે સ્નિફર ડોગ્સ અને ડ્રોન તહેનાત કરાયા છે. હજુ પણ નવથી દશ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.


  • Follow us on: