• જમ્મુ કાશ્મીરમાં વધી રહી છે આતંકી અથડામણ
  • સેના પ્રમુખ આજે જશે જમ્મુ કાશ્મીર
  • આર્મી ચીફની મુલાકાત ઘણી મહત્વની
ડોડા એન્કાઉન્ટર બાદ આર્મી ચીફની જમ્મુ મુલાકાત થઈ રહી છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ નવીન સચદેવા, નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ સુચિન્દ્ર કુમાર અને અન્ય ઉચ્ચ સેના અને પોલીસ અધિકારીઓ આજે સુરક્ષા બેઠકમાં ભાગ લેશે.

સ્થિતિની કરશે સમીક્ષા
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી આતંકી અથડામણ થઇ રહ્યુ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે સેના સજ્જ છે. સેના દ્વારા પણ બરાબર જવાબીકાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી જમ્મુ કાશ્મીર જશે. ત્યાં સુરક્ષાને લઇને કેવી સ્થિતિ છે તેની સમીક્ષા કરશે.

બેઠકમાં લેશે ભાગ
મહત્વનું છે કે ડોડા એન્કાઉન્ટર બાદ સેના પ્રમુખ આજે જમ્મુ કાશ્મીર જઇ રહ્યા છે. અહીં એક બેઠક મળવાની છે. જેમાં વ્હાઇટ નાઈટ કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ નવીન સચદેવા, નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ સુચિન્દ્ર કુમાર અને અન્ય ઉચ્ચ સેના અને પોલીસ અધિકારીઓ સુરક્ષા બેઠકમાં ભાગ લેશે.

આર્મી ચીફની મુલાકાત ઘણી મહત્વની
સેના પ્રમુખની મુલાકાત દરમિયાન સ્થાનિક આર્મી કમાન્ડર આર્મી ચીફને જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદ વિરોધી ઓપરેશન વિશે માહિતી આપશે. જમ્મુમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓને જોતા આર્મી ચીફની આ મુલાકાત ઘણી મહત્વની છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, CRPF DG અને BSF DG પણ જમ્મુની મુલાકાત લેશે.

બીએસએફ ડીજી સરહદી વિસ્તારની મુલાકાત લેશે
સીઆરપીએફ ડીજી વરિષ્ઠ અધિકારીઓ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને બેઠક કરશે. સૂત્રોએ જણાવ્યું કે બીએસએફના ડીજી પણ સરહદી વિસ્તારની મુલાકાત લેશે. ઘૂસણખોરીની આશંકા વચ્ચે BSF DGની બોર્ડર વિઝિટ ઘણી મહત્વની રહેશે.
  • Follow us on: