જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેને લઇને ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. તેમણે શ્રીનગરમાં જનસભા સંબોધી હતી. હાલમાં તેઓ કટરામાં જનસભા સંબોધી રહ્યા છે. તેમણે અબકી બાર ભાજપા સરકારનો નારો લગાવ્યો હતો.
કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પીએમ મોદીએ વિદેશમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને યાદ કરાવતા કહ્યું કે કોંગ્રેસ વાળા કહે છે કે દેવતા ભગવાન નથી હોતા. દેવતાઓનું અપમાન કરનારાને સજા આપવી જોઇએ. કોંગ્રેસે દેવતાઓનું અપમાન કર્યુ છે. તેઓ કહે છે કે આપણા દેવી દેવતા ભગવાન નથી. કોંગ્રેસનો શાહી પરિવાર દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર છે તેમ પીએમ મોદીએ કહ્યું હતુ, સાથે જ કહ્યું કે કોંગ્રેસ આવુ ભૂલથી નથી બોલતા. આ સમજી વિચારીને બોલવામાં આવે છે. બીજા ધર્મ અને બીજા દેશોથી ઇમ્પોર્ટ કરેલો વિચાર છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે કોંગ્રેસ પર નક્સલી વિચારનો કબ્જો થઇ ગયો છે. આ લોકોથી સાવધાન રહેવુ બહુ જ જરૂરી છે.
કોંગ્રેસ આપણી આસ્થા અને સંસ્કૃતિને ગમે ત્યારે દાવ પર લગાવી શકે..
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આપણી આસ્થા અને સંસ્કૃતિને કોંગ્રેસ ગમે ત્યારે દાવ પર લગાવી શકે છે. આ પરિવાર ભારતમાં ભ્રષ્ટાચારના જન્મદાતા છે અને પોષક છે. એ લોકોની હિંમત તો જુઓ, તેઓ અહીંના રાજ પરિવારને ભ્રષ્ટ કહી રહ્યા છે, કોંગ્રેસના નેતા જાણી જોઇને આવા નિવેદનો આપે છે,. તેઓ મહોબ્બતની દુકાનના નામ પર નફરતનો સામાન વેચવાની તેમની જૂની આદત છે. તેમને વોટ બેંક સિવાય કંઇ દેખાતુ નથી. આથી તેમણે વર્ષો સુધી જમ્મુ કાશ્મીર વચ્ચેનું અંતર વધાયું. જમ્મુની સાથે હંમેશા તેમણે ભેદભાવ કર્યો.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને NCના ઘોષણાપત્રથી પાકિસ્તાન ખુશ નજરે આવી રહ્યું છે. પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરે કોંગ્રેસનું ખુલીને સમર્થન કર્યુ છે. આર્ટીકલ 370 અને 35 એને લઇને કોંગ્રેસનો એજન્ડા એજ છે જે પાકિસ્તાનનો છે. એટલે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની પોલ ખુદ પાકિસ્તાને ખોલી દીધી છે. કોંગ્રેસ અહીં પાકિસ્તાનનો એજન્ડા લાગુ કરવા માગે છે તેમ પીએમ મોદીએ પ્રહાર કર્યા હતા.
કોઇ તાકાત નથી કે જે કલમ 370 ..
પીએમ મોદીએ કહ્યું કે હું ડંકાની ચોટ પર કહી રહ્યો છું કે હું પાકિસ્તાનના એજન્ડા જમ્મુ કાશ્મીરમાં લાગુ નહી થવા દઉં. દુનિયાની કોઇ તાકાત આર્ટીકલ 370 પરત ન લાવી શકે. ભાજપા માટે દેશથી વધારે કંઇ જ નથી.









