• બીજેપીએ ઉમેદવારોનું લિસ્ટ પાછુ ખેંચ્યુ
  • જમ્મુ કાશ્મીર માટે ફરી જાહેર કરશે ઉમેદવારોની યાદી
  • થોડા સમય પહેલા 44 ઉમેદવારોની કરી હતી જાહેરાત

દેશમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ કાશ્મીર માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડ માટે હજી જાહેરાત થવાની બાકી છે. તેવામાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને લઇને ભાજપે 44 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જો કે આ લિસ્ટ બીજેપીએ પાછુ ખેંચ્યુ છે. 

અમિત શાહ-LG મનોજ સિંહા વચ્ચે બેઠક

હાલ જમ્મુ કાશ્મીર એલજી મનોજ સિંહા અને અમિત શાહ વચ્ચે બેઠક ચાલી રહી છે. મહત્વનું છે કે સવારે 10 વાગે જ પ્રથમ યાદી બહાર પાડી હતી. જો કે આ યાદી હવે પરત ખેંચી છે. અમિત શાહ હાલ મનોજ સિંહાને મળી રહ્યા છે. 


ભાજપે કોને આપી હતી ટિકિટ ?

  • અર્શિદ ભટ રાજપોરાથી
  • જાવેદ અહમદ કાદરી શોપિયાંથી 
  • મોહમ્મદ રફીક વાની અનંતનાગ પશ્ચિમથી 
  • એડવોકેટ સૈયદ વઝાહત અનંતનાગથી 
  • સુશ્રી શગુન પરિહાર કિશ્તવાડથી 
  • ગજય સિંહ રાણા ડોડાથી


પૂર્વ ડેપ્યુટી સીએમને ટિકિટ મળી ન હતી

બીજેપીએ 44 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેની ખાસ વાત એ હતી કે પૂર્વ ડેપ્યુટી સીએમ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ સ્પીકર ડૉ. નિર્મલ સિંહને ટિકિટ મળી નથી. નિર્મલ સિંહ 2014માં બિલવાર વિધાનસભા સીટ પરથી જીત્યા હતા.


બે કાશ્મીરી પંડિતોનો સમાવેશ 

ભાજપે કાશ્મીર ઘાટીની બે બેઠકો પરથી કાશ્મીરી પંડિતને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.. વીર સરાફને શાંગાસ-અનંતનાગ પૂર્વથી અને અશોક ભટ્ટને હબ્બકાદલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા..




  • Follow us on: