જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં બે જવાન શહીદ થયા છે. બે જવાનો પણ ઘાયલ થયા છે. આ માહિતી કિશ્તવાડની ચત્રુ હોસ્પિટલના ડૉક્ટર અશરફ ગિરીએ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા કોર્ડનમાં બેથી ત્રણ આતંકીઓ ફસાયેલા છે. બંને તરફથી ભારે ગોળીબાર ચાલુ છે. આ ઓપરેશન ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળોની ટીમો જમ્મુ ક્ષેત્રના અલગ-અલગ વિસ્તારોમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી છે. ખાસ કરીને પહાડો અને ગાઢ જંગલોમાં આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે.


જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું

આ શ્રેણીમાં સુરક્ષા દળોને કિશ્તવાડના ચત્રુકે જંગલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. તેના પર ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોની સંયુક્ત ટીમે ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન કોર્ડન વધુ કડક થતું જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું છે. જેમાં ચાર જવાનો ઘાયલ થયા હતા. જેમાંથી બે જવાનો શહીદ થયા હતા.

સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા

આ પહેલા બુધવારે કઠુઆ જિલ્લાના ખંડારા વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ બંને આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર હતા. તેમની પાસેથી એમ-4 અને એકે શ્રેણીની રાઈફલ્સ, દારૂગોળો અને ખાદ્ય સામગ્રી મળી આવી હતી. આ સંવેદનશીલ વિસ્તારમાં આતંકવાદીઓને ઠાર મારવા એ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે.

આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ

સુરક્ષા દળોની ટીમો જમ્મુ ક્ષેત્રના અલગ-અલગ વિસ્તારોમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી છે. ખાસ કરીને પહાડો અને ગાઢ જંગલોમાં આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે. મહત્વનું કહી શકાય કે, હવે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી નજીકમાં છે ત્યારે તે સમયે છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓની ઘૂસણખોરીના સમાચાર સામે આવી રહ્યા છે.

સેનાએ ઓપરેશન શરૂ કર્યું

આ સંદર્ભમાં, સુરક્ષા દળોને કિશ્તવાડના દુગ્ગાડા જંગલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના પર ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોની સંયુક્ત ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન કોર્ડન વધુ કડક થતું જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું છે.

  • Follow us on: