જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શોપિયામાં એક ઓપરેશન દરમિયાન બે આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે. મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ બાસ્કુચનમાં સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યુ. તે વિસ્તારને ઘેરી લીધો.

બે આતંકીઓએ કર્યુ આત્મસમર્પણ 

નજીકના બગીચામાં આતંકવાદીઓની ગતિવિધિ જોવા મળી હતી જે બાદ આતંકી ઇરફાન બશીર અને ઉઝૈર સલામે આત્મસમર્પણ કર્યું. તેઓ પાસેથી બે AK-56 રાઇફલ, ચાર મેગેઝિન, 102 રાઉન્ડ (7.62x39 mm), બે હેન્ડ ગ્રેનેડ, બે પાઉચ વગેરે મળી આવ્યા હતા. શોપિયા પોલીસે જણાવ્યું કે સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.


સર્ચ ઓપરેશન તેજ

પહલગામ આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન તેજ કરાયુ છે. સેના દ્વારા ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. સર્ચ ઓપરેશન દરમિયાન જમ્મુ શહેરના નરવાલ ટ્રાન્સપોર્ટ નગરમાં આરટીઓ ઓફિસ તરફ જતા રસ્તાના કિનારે ત્રણ મોર્ટાર મળી આવ્યા હતા. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા ત્રણેય મોર્ટાર જપ્ત કરવામાં આવ્યા છે.
એવું માનવામાં આવે છે કે તાજેતરના તણાવ દરમિયાન આ પાકિસ્તાનથી છોડવામાં આવ્યા હશે, પરંતુ પોલીસે આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ આર્મી જંકનો ભાગ છે.

મોર્ટારનો નાશ કરાયો

બુધવારે, નરવાલ પોલીસને માહિતી મળી હતી કે ટ્રાન્સપોર્ટ નગરમાં રસ્તાના કિનારે એક મોર્ટાર જોવા મળ્યો. આ પછી પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી હતા.. તપાસ દરમિયાન વધુ બે મોર્ટાર મળી આવ્યા હતા. જે બાદ વધુ બે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પહોંચી અને સમગ્ર વિસ્તારમાં તપાસ કરી. આ ત્રણ મોર્ટાર રસ્તાના કિનારે કચરામાં પડેલા હતા. ત્રણેયને સલામત સ્થળે નાશ કરવામાં આવ્યા હતા.

  • Follow us on: