• જમ્મુ કાશ્મીરના કઠુઆમાં થયો હતો આતંકી હુમલો
  • 7 જુલાઇએ થયેલા હુમલા અંગે પોલીસને મોટી સફળતા
  • આતંકીઓના મદદગારોની કરી ધરપકડ

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસથી આતંકી હુમલાઓ વધી રહ્યા છે. સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે 7 જુલાઇએ કઠુઆમાં થયેલા આતંકી હુમલાને લઇને જમ્મુ કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આતંકીઓને મદદ કરનારા બે લોકોની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યુ છે કે જૈશના આતંકીઓની 7 જુલાઇએ થયેલા હુમલાને અંજામ આપવામાં મદદ કરી હતી. આ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા.

કઠુઆમાં સેનાના વાહન પર કર્યો હતો ગ્રેનેડ હુમલો

મહત્વનું છે કે આ હુમલો 3 આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ અદ્યતન હથિયારોથી સજ્જ હતા. હુમલા માટે એક સ્થાનિક ગાઇડે પણ આતંકીઓને મદદ કરી હતી. મળતી માહિતી મુજબ, કુઠુઆના લોહાઈ મલ્હાર બ્લોકના મચ્છેડી વિસ્તારના બદનોટામાં સુરક્ષાદળો બપોરે 3 વાગે સર્ચ કરી રહ્યા હતા ત્યારે આતંકીઓએ તેમના પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ પછી સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ પણ થઈ હતી. જે બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

કાશ્મીર ટાઈગર્સે લીધી હતી હુમલાની જવાબદારી

હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સ નામના આતંકવાદી સંગઠને લીધી હતી. આ સંગઠન પ્રતિબંધિત પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની શાખા છે. સંસ્થા દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન બે જવાનો પણ શહીદ થયા હતા.

26 જૂને ડોડામાં થયો હતો આતંકી હુમલો

આ પહેલા 26 જૂને ડોડા જિલ્લાના ગંદોહ વિસ્તારમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. સવારે આ વિસ્તારમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી બાદ પોલીસ અને સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારબાદ સવારે 9.50 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

  • Follow us on: