• જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની સંપત્તિ કરી જપ્ત
  • NIAએ અવંતીપોરામાં હાથ ધરી કાર્યવાહી
  • અગાઉ મંગળવારે 8 સ્થળે પાડ્યા હતા દરોડા

જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સેના દ્વારા આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં આતંકવાદીઓના બે માળ તથા અન્ય એક માળના ઘરને ટાંચમાં લેવામાં આવ્યું છે. આ બંને મકાનો સંયુક્ત રીતે ખુર્શીદ અહેમદ ભટ અને તેમના પાંચ ભાઈઓની માલિકીની છે.

NIAએ શું જણાવ્યું ?

[[$googlead]]

NIA નોટિસ આપતા જણાવ્યું છે કે સર્વે નંબર 722,723 અને 724 હેઠળ એક ડબલ માળનું રહેણાંક મકાન અને એક માળનું રહેણાંક મકાન છે. જે અવંતીપુરાના ચુરસુ ગામે આવેલુ છે. જે અવંતીપોરા જિલ્લા પુલવામાના રહેવાસી મોહમ્મદ ભટ અને તેના પાંચ ભાઈઓની માલિકીનું છે. જે NIAએ વિશેષ ન્યાયાલય જમ્મુના 30-09-23ના આદેશ અનુસાર UA(P)A ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે.

[[$alsoread]]

મંગળવારે 8 સ્થળોએ દરોડા પાડ્યા

મહત્વનું છે કે આ અગાઉ મંગળવારે NIA એ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ષડયંત્રના સંબંધમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જે લશ્કર-એ-તૈયબા (LeT), જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ-મુજાહિદ્દીન (HM), અલ-બદર અને અલ-કાયદા જેવા પ્રતિબંધિત પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોની શાખાઓ દ્વારા ચલાવવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના સાત જિલ્લાઓ- પૂંછ, શોપિયાં, પુલવામા, બારામુલ્લા, ગાંદરબલ, કુપવાડા અને શ્રીનગરનો સમાવેશ થાય છે. જે સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા તે હાઇબ્રિડ આતંકવાદીઓ અને નવા રચાયેલા આનુષંગિકો અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની શાખાઓ સાથે સંકળાયેલા ઓવરગ્રાઉન્ડ વર્કર્સ ની રહેણાંક જગ્યાઓ હતી. જે દરમિયાન NIAની ટીમને ગુનાહિત ડેટા અને દસ્તાવેજો તથા ડિજિટલ ઉપકરણો મળી આવ્યા હતા.


  • Follow us on: