• જમ્મુ કાશ્મીરમાં આતંક વિરુદ્ધ એક્શન
  • શ્રીનગરમાં 9 સ્થળો પર NIAની રેડ
  • ટેરર ફંડિંગ મામલે દરોડા પાડીને તપાસ શરૂ કરાઇ

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા શ્રીનગરમાં 9 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

[[$googlead]]

NIA દ્વારા તપાસ તેજ

[[$alsoread]]

રાષ્ટ્રીય તપાસ એજન્સ ના કર્મચારીઓએ સોમવારે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા કેસમાં શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એનઆઈએના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ દરમિયાન કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે સુરક્ષાદળના કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

સર્ચ ઓપરેશન ચાલુ

એવું માનવામાં આવે છે કે આ દરોડો આતંકવાદી ભંડોળ અને આતંકવાદીઓને અન્ય સહાય પૂરી પાડવા સંબંધિત કેસ સાથે સંબંધિત છે. જો કે હજુ સુધી આ સંબંધમાં વધુ માહિતી આપવામાં આવી નથી.

અગાઉ 3 આતંકી-સહયોગી વિરુદ્ધ ચાર્જશીટ કરી હતી રજૂ

મહત્વનું છે કે આ પહેલા 25 માર્ચના રોજ આવા જ એક કેસમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના ઇન્વેસ્ટિગેશન યુનિટ (SIU) એ સોમવારે પુલવામા કોર્ટમાં ત્રણ આતંકવાદીઓ અને તેમના એક સહયોગી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. પુલવામાની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

ચાર્જશીટમાં શેનો કરાયો હતો ઉલ્લેખ ?

ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ આતંકવાદીઓ - એહસાનુલ હક શેખ, ઓવૈસ ફિરોઝ મીર અને અબરાર ઉલ ઈસ્લામ, પાકિસ્તાનના રહેવાસીઓ અને પુલવામાના તેના સહયોગી ઈશ્તિયાક નઝીર ડાર વિરુદ્ધ UAPAની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પુલવામા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. એહસાનુલ હક શેખ અને ઓવૈસ ફિરોઝ મીર બંને પુલવામાના રહેવાસી છે. તેમની સામે આતંકવાદ સાથે સંકળાયેલા હોવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

ટેરર ફંડિંગ મામલે કાર્યવાહી

તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં NIA અને જમ્મુ-કાશ્મીર રાજ્યની તપાસ એજન્સી SIAએ ટેરર ફંડિંગ સંબંધિત મામલામાં સઘન દરોડા પાડ્યા છે અને ઘણા આરોપીઓની ધરપકડ કરી છે. જેના કારણે રાજ્યમાં આતંકવાદ ફેલાવતા જૂથો ભાંગી પડ્યા છે.


  • Follow us on: