જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના આકરા વલણ સામે પાકિસ્તાન ફફડી ઉઠ્યુ છે. ભારતે સેનાની તાકાત વધારવા માટે તેમને એક્શન લેવા સ્વતંત્રતા આપી છે. ભારતે ત્રણેય સેનાની તાકાત વધારવા માટે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શસ્ત્રો તૈયાર કર્યા છે. આ હથિયારો દુશ્મનોને દૂરથી જ ટાર્ગેટ કરી લેશે. ભારતના કડક પગલાની સામે પાકિસ્તાને હવે કાઉન્ટડાઉન શરુ કર્યુ છે.


તેજસ Mk1A ફાઇટર જેટ

સ્વદેશી લડાકુ વિમાનની સ્વદેશી તાકાત

Mk1Aને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ભારતીય વાયુસેના માટે બનાવ્યુ છે. આ વજનમાં ઓછું છે. તેજસ Mk1ની આવૃત્તિ છે. આમા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મલ્ટી રોલ ફાઇટર જેટ છે. જે હવા અને જમીન બંને પર મિશન સિદ્ધ કરવા માટે સક્ષમ છે.

Mk1Aની વિશેષતાઓ

AESA રડાર: એક્ટિવ ઇલેક્ટ્રોનિકલ સ્કેન્ડ એરે રડાર જે દુરથી પણ દુશ્મનના વિમાનને વીંધી શકે છે.

ઇલેક્ટ્રોનિક વારફેયર સિસ્ટમઃ ઉન્નત ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી જે દુશ્મનના મિસાઇલ અને રડારને દુરથી જામ કરી શકે છે.

હથિયાર ક્ષમતાઃ તેજસ Mk1Aમાં સ્વદેશી Astra Mk1 બીવીઆર મિસાઇલ, ડર્બી, પાયથન મિસાઇલ અને રોકેટ લઇ જવાની ક્ષમતા ધરાવે છે.

મિડ-એયર રિફ્યુલિંગઃ હવામાં ઇંધન ભરવાની ક્ષમતા તે આની ક્ષમતામાં વધારો કરે છે.

પડકારઃ ઓર્ડર અને ડિલીવરી

IAFએ 83 તેજસ Mk1A વિમાનો માટે 48 હજાર કરોડનો સોદો કર્યો છે. આની ડિલીવરી 2025-26માં શરુ થશે.

પ્રોજેક્ટ 17 બ્રાવો યુદ્ધપોત નૌકાદળની નવી તાકાત

પ્રોજેક્ટ 17 બ્રાવો ભારતીય નૌકાદળ માટે આગામી પીઢીના સ્ટેલ્થ ફ્રિગેટ્સનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

17 બ્રાવો યુદ્ધપોતની વિશેષતાઃ

સ્ટેલ્થ ડિઝાઇનઃ રડાર ક્રોસ સેક્શનને ઓછુ કરવા માટે દુશ્મનના રડારથી બચાવશે.

હથિયાર પ્રણાલીઃ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, બરાક-8, એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર

ઉન્નત સેન્સરઃ મલ્ટી-ફંકશન રડાર અને સોનાર સિસ્ટમ જે પાણી અને હવામાં દુશ્મનો પર હુમલો કરી શકે છે.

સ્વદેશી ટેક્નોલોજીઃ પ્રોજેક્ટ 17 બ્રાવોમાં 70 ટકા સ્વેદશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

INS વાગશીર- હંટર કિલર સબમરીનઃ

INS વાગશીર ભારતીય નૌસેનાની કલવારી ક્લાસ સબમરીઓની છઠ્ઠી અને અંતિમ સબમરીન છે. જેને ફ્રાંસના નેવલ ગ્રુપની મદદથી બનાવવામાં આવ્યુ છે.

INS વાગશીરની વિશેષતાઓ

સ્ટેલ્થ ટેક્નોલોજીઃ ઓછો અવાજ, રડારની ક્ષમતા જે દુશ્મોનોને પરાસ્ત કરી શકે છે.

હથિયારઃ ટોરપીડો, એન્ટી-શીપ મિસાઇલ અને માઇન્સમાં લઇ જવાની ક્ષમતા

એડવાન્સ સેન્સરઃ ઉંડા સમુદ્રમાં પણ દુશ્મનાને ટાર્ગેટ કરી શકે છે.

ઓપરેશનલ રેન્જઃ લંબા મશીનની ઉંડાઇના કારણે હિન્દ મહાસાગરમાં પણ તે દુશ્મન પર હુમલો કરી શકે છે.

રાફેલ-એમ નૌસેના માટે ગેમ ચેન્જરઃ

રાફેલ-એમ એ ફ્રાન્સના ડસોલ્ટ એવિયેશન દ્વારા બનાવવામાં આવેલુ એક મલ્ટી રોલ ફાઇટર જેટ છે.

રાફેલ-એમની વિશેષતાઃ

મલ્ટી રોલ ક્ષમતાઃ હવા, પાણી અને જમીન પર દુશ્મનોને કરી શકે છે ટાર્ગેટ

હથિયારઃ મેટિયોર બીવીઆર મિસાઇલ, SCALP ક્રૂઝ મિસાઇલ, એન્ટી શિપ મિસાઇલ

ઉન્નત સેન્સરઃ AESA રડાર, ઇન્ફ્રારેડ સર્ચ એન્ડ ટ્રેક સિસ્ટમથી સજ્જ

વિમાન વાહક સંચાલનઃ મજબૂત લેન્ડીંગ ગિયર અને ટેલ હુક જે કેરિયર ડેકથી ટેકઓફ અને લેન્ડીંગ માટે મદદ કરે છે. 

  • Follow us on: