જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આતંકવાદી હુમલા બાદ ભારતની એરલાઈન કંપનીઓએ મોટી જાહેરાત કરી છે. પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટનાને પગલે એર ઇન્ડિયા, એર એશિયા અને ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઈન પ્રવાસીઓની મદદમાં આવ્યું છે. એરઈન્ડિયા બુધવારે જાહેરાત કરી હતી કે તે 23 એપ્રિલે શ્રીનગરથી બે વધારાની ફ્લાઇટ્સ ચલાવશે. આ ફ્લાઇટ્સ શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ સુધી ચલાવવામાં આવશે.  ઇન્ડિયા એક્સપ્રેસ શ્રીનગરથી મુસાફરી કરતા અને જતા તેના મુસાફરોને સંપૂર્ણ સહાય પૂરી પાડી રહી છે. બીજી તરફ, એર એશિયાએ પણ જાહેરાત કરી છે કે એરલાઇન 30 એપ્રિલ, 2025 સુધી શ્રીનગર જતી અને શ્રીનગરથી જતી ફ્લાઇટ્સ માટેના કેન્સિલેશન ચાર્જ માફ કર્યા છે.


ઘટનાને લઈને એરલાઈન્સ પર અસર

મહત્વનું છે કે ઉનાળાની સિઝનમાં અનેક લોકો ભારતના ઉત્તરભાગમાં જમ્મુ-કાશ્મીર તેમજ કુલુ-મનાલી જેવા પર્યટન સ્થળની મુલાકાત લેતા હોય છે. અને આવા જ સમયમાં આતંકવાદીઓએ પહેલગામમાં હુમલો કરતા દેશભરમાં અત્યારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે અનેક લોકોએ બાળકોના શાળાઓની રજાને લઈને મે મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં ફરવાને લઈને બુકિંગ કરાવ્યું હતું. પરંતુ પહેલગામમાં અત્યારની વર્તમાન અરાજકતાની સ્થિતિ જોતા અનેક લોકો પોતાના પ્રવાસનું બુકિંગ કેન્સલ કરાવા લાગ્યા છે. ત્યારે ભારતની કેટલીક એરલાઈનો દ્વારા શ્રીનગર પ્રવાસના 30 એપ્રિલ સુધીના પ્રવાસ બુકિગના રદ કરવાને લઈને કોઈ ફી વસૂલવામાં નહી આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ શ્રીનગરને સીધા પાંચ સ્થળો - બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ, જમ્મુ અને કોલકાતા સાથે જોડે છે અને લગભગ 80 સાપ્તાહિક ફ્લાઇટ્સ ચલાવે છે. એરલાઇન તેના સ્થાનિક નેટવર્કમાં અગરતલા, અયોધ્યા, ચેન્નાઈ, ગોવા, કોચી, મુંબઈ, પટના, તિરુવનંતપુરમ અને વારાણસી સહિત 26 સ્થળોએ વન-સ્ટોપ કનેક્ટિવિટી પણ પ્રદાન કરે છે.

શ્રીનગરથી દિલ્હી માટે બે વધારાની ફ્લાઇટ્સ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ એર ઇન્ડિયાએ બુધવારે જાહેરાત કરી હતી કે 23 એપ્રિલે શ્રીનગરથી બે વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. એર ઈન્ડિયા હુમલાની ઘટનાને પગલે વધારાની શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ સુધી ચલાવવામાં આવશે.  આ ફ્લાઇટ્સ માટે અત્યારે બુકિંગ ખુલ્લુ છે. શ્રીનગર જતી અને જતી અમારી અન્ય તમામ ફ્લાઇટ્સ સમયપત્રક રાબેતા મુજબ ચાલુ રહેશે,"  વધારામાં કંપની તરફથી જણાવવામાં આવ્યું કે "વધુ સહાય માટે, કૃપા કરીને અમારા સંપર્ક કેન્દ્રનો 011 69329333, 011 69329999 પર સંપર્ક કરો," 

ભારતની એરલાઈન્સે ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યુ

દરમિયાન, અકાસા એરલાઇન્સે કહ્યું કે તે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં બનેલી દુ:ખદ ઘટનાઓથી ખૂબ જ દુઃખી છે. “જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને જેમના જીવન પર અસર પડી છે તેમના પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના છે. જ્યારે ઇન્ડિગોએ એક્સ પોસ્ટમાં જણાવ્યું છે કે શ્રીનગરની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે રિશેડ્યુલિંગ/રદ કરવા પર ડિસ્કાઉન્ટ વધારી દીધો છે. વધુમાં, અમે 23 એપ્રિલના રોજ બે ખાસ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યા છીએ. વધુ માહિતી માટે કૃપા કરીને https://goindigo.in ની મુલાકાત લો અથવા +91 124 4973838 - +91 124 6173838 પર સંપર્ક કરો.

  • Follow us on: