જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલો હુમલો બૈસરન નામના ઘાસના મેદાનમાં થયો હતો, જ્યાં ફક્ત પગપાળા અથવા ઘોડાઓ પર બેસીને જ પહોંચી શકાય છે. પ્રવાસીઓનું એક જૂથ અહીં મુલાકાત માટે ગયું હતું. રિપોર્ટ અનુસાર, બૈસરનમાં ભેગા થયેલા પ્રવાસીઓ કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અનેક રાજ્યોના હતા. આ લોકોમાંથી એક વિનય નરવાલ હતો, જેના થોડા દિવસ પહેલા લગ્ન થયા હતા. લગ્ન પછી, તે તેની પત્ની સાથે હનીમૂન માટે જમ્મુ અને કાશ્મીર ગયો. આ હુમલામાં લેફ્ટનન્ટ વિનય નરવાલ આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને મૃત્યુને ભેટ્યા હતા.
6 દિવસમાં ઉજડ્યો સંસાર
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં કરનાલના સેક્ટર-7 ના રહેવાસી વિનય નરવાલનું મોત થયું હતું. વિનય નરવાલ 2 વર્ષ પહેલા નૌકાદળમાં જોડાયા હતા. ૧૬ એપ્રિલે જ તેમના લગ્ન થયા, રિસેપ્શન પાર્ટી પછી બંને પતિ-પત્ની હનીમૂન માટે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા. વિનય નેવીમાં લેફ્ટનન્ટ તરીકે પોસ્ટેડ હતો. લગ્નના 6 દિવસ પછી જ લેફ્ટનન્ટ વિનય નરવાલની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટનાની માહિતી મળતાં પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારના સભ્યો હાલમાં આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. વિનય નરવાલ કોચીમાં પોસ્ટેડ હતા, તેમની ઉંમર માત્ર 28 વર્ષ હતી.
વિનયના પરિવારમાં કોણ કોણ છે?
વિનય નરવાલ ભુસલી ગામનો રહેવાસી છે, પરંતુ હવે તે કરનાલના સેક્ટર-7માં તેના પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં તે, એક બહેન અને માતા-પિતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પડોશીઓએ જણાવ્યું કે તેમના લગ્ન 16 એપ્રિલે થયા હતા. તેમના લગ્નનું રિસેપ્શન 19 એપ્રિલે હતું, ત્યારબાદ તેઓ જમ્મુ અને કાશ્મીરની યાત્રા માટે ગયા હતા. તેમની પત્નીનું નામ હિમાંશી છે, જે ગુરુગ્રામની રહેવાસી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. ઘણા રાજકીય નેતાઓએ આ હુમલાની નિંદા કરી.