કટરામાં PM મોદીની જનસભા, ભારતની એકતાનો ઉત્સવ છે. સંબોધનની શરૂઆત જય માતાદી સાથે અને જયઘોષ સાથે કરી, તેમણે જણાવ્યુ કે કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી હવે રેલવે એક હકીકત બની ગઇ છે. આ કોઇ સપનું નથી રહ્યુ.
આ ઉધમપુર, શ્રીનગર, બારામુલા રેલ લાઇન પ્રોજેક્ટ ફક્ત પ્રોજેક્ટ નથી તે ભારતના સામર્થ્યનું પ્રતીક છે. જમ્મુ-કાશ્મીરને બે નવી ટ્રેન મળી રહી છે, જેનાથી મુસાફરી સરળ બનશે, 46 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટથી પ્રદેશને વિકાસની નવી દિશા તરફ દોરી રહ્યા છે.
ચિનાબ બ્રિજ બનશે ટૂરિસ્ટ પોઇન્ટ
PM મોદીએઅ કહ્યુ કે ચિનાબ બ્રિજ દુનિયાનો સૌથી ઉંચો રેલવે આર્ચ બ્રિજ છે. આવનારા સમયમાં તે ટૂરિસ્ટ પોઇન્ટ બનશે. લોકો અહી ઉભા રહીને સેલ્ફી પાડશે, ચિનાબ બ્રિજ અંજી બ્રિજ અને જમ્મુ-કાશ્મીર ઇન્ડસ્ટ્રીને વેગ મળશે. હવે કામ ઝડપથી થશે. પ્રગત્તિ દેખાશે વિકાસને વેગ મળશે. ઓછા સમયમાં દેશના આ ખુણે પહોંચી શકાશે તેનાથી પર્યટન ક્ષેત્રનો વિકાસ થશે. જમ્મુ-કાશ્મીરના લોકો દેશના કોઇ પણ ખુણે સરળતાથી આવી જઇ શકશે.
આ બ્રિજ જમ્મુ - કાશ્મીરના વિકાસનું પ્રતિક. કાશ્મીરથી કન્યાકુમારી સુધી રેલવે નેટવર્ક તૈયાર થયું. જમ્મુ - કાશ્મીરને 46 હજાર કરોડની ભેટ મળી. જમ્મુ - કાશ્મીરના વિકાસને નવી ગતિ મળશે. જમ્મુ - કાશ્મીરના લોકો વર્ષોથી ટ્રેનની રાહ જોતા હતા. લાખો લોકોનું સપનુ પુરુ થયુ. અમે વર્ષોથી રોકાયેલા પ્રોજેક્ટને પૂરો કર્યો. ચિનાબ બ્રિજના લોકાર્પણનો અવસર મળ્યો. હવે ચિનાબ બ્રિજ જોવા માટે લોકો આવશે. અમે પડકારોને પડકાર આપવાનો માર્ગ પસંદ કર્યો.
આ બ્રિજથી ઈકોનોમી સેક્ટરને ફાયદો થશે
ચિનાબ બ્રિજ એફિલ ટાવરથી પણ ઉંચો છે, આ બ્રિજથી ઈકોનોમી સેક્ટરને ફાયદો થશે. અનેક પડકારો વચ્ચે વિકાસનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. જમ્મુ - કાશ્મીરએ ભારતીયોનો શીરપર શોભતો તાજ છે. જમ્મુ - કાશ્મીરમાં IT, IIT, NEET જેવી સંસ્થાઓ છે. જમ્મુ - કાશ્મીરમાં હોસ્પિટલોની સંખ્યા વધી.












