• 12 એપ્રિલે જમ્મુ કાશ્મીરમાં પીએમ મોદીની જનઆશીર્વાદ રેલી
  • જન સમર્થન મેળવવા પીએમ મોદી ઉધમપુરમાં કરશે રેલી
  • PM મોદીના આગમનને લઇને સુરક્ષા વ્યવસ્થા કડક

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજ્યોમાં ચૂંટણી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ત્યારે વધુ એકવાર પીએમ મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચશે. શ્રીનગરમાં રેલી સંબોધન બાદ હવે તેઓ ઉધમપુર જવાના છે. 12 એપ્રિલના પ્રવાસને લઇને કેવી છે તૈયારીઓ આવો જાણીએ.

નો ફ્લાય ઝોન જાહેર

[[$googlead]]

પીએમ મોદી 12 એપ્રિલે ઉધમપુરના પ્રવાસે છે. પીએમ મોદીના આગમનને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લા પ્રશાસને ઉધમપુરમાં નો ફ્લાય ઝોન જાહેર કર્યો છે. પીએમ મોદીના આગમનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે ઉધમપુરમાં યોજાનારી પીએમ મોદીની આ રેલી છેલ્લા 10 વર્ષમાં ત્રીજી રેલી છે.

[[$alsoread]]

ઉધમપુર DMએ આપ્યો આદેશ

પીએમ મોદીના આગમન અને જાહેર રેલીને ધ્યાનમાં રાખીને, ઉધમપુરના ડીએમ સલોની રાયે તાત્કાલિક અસરથી સીઆરપીસીની કલમ 144 હેઠળ ઉધમપુરમાં નો ફ્લાય ઝોનનો આદેશ આપ્યો છે. આ આદેશ 12 એપ્રિલ, 2024 ના રોજ સાંજે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.

10 વર્ષમાં ત્રીજી રેલી

12 એપ્રિલે યોજાનારી પીએમ મોદીની આ રેલી છેલ્લા 10 વર્ષમાં ઉધમપુરમાં ત્રીજી રેલી છે, પરંતુ ચૂંટણી રેલીના આધારે આ બીજી ચૂંટણી રેલી હશે. તેમણે 28 નવેમ્બર 2014ના રોજ ઉધમપુરમાં બટાલવાલિયાના મેદાનમાં તેમની પ્રથમ ચૂંટણી રેલી યોજી હતી. હવે આ મેદાનને મોદી મેદાન કહેવામાં આવે છે.


  • Follow us on: