શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં ઘાટીના ઉપરના વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા અને વરસાદ શરૂ થયો છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ સાથે દિવસભર આકાશ ગાઢ વાદળછાયું રહ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં હવામાનની પેટર્ન બગડી છે. શુક્રવારે ઘાટીના ઉપરના વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા અને વરસાદ શરૂ થયો છે. જ્યારે શ્રીનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં દિવસભર વરસાદ સાથે આકાશ ગોરંભાયેલું રહ્યું હતું.


[[$googlead]]

ઘાટીમાં બરફની ચાદર છવાઇ

મળતી માહિતી મુજબ, હિમવર્ષા અને વરસાદને કારણે બાંદીપોરા-ગુરેઝ અને મુગલ રોડ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે.

[[$alsoread]]

ફરી એકવાર હિમવર્ષા અને વરસાદ શરૂ થયો

આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન ઘાટીના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અફ્રાવત, રાજદંતોપ, સાધના ટોપ, સોનમર્ગ, ગુરેઝ, તંગદાર અને મુગલ રોડ પર વહેલી સવારથી શરૂ થયેલી હિમવર્ષા સતત ચાલુ રહી હતી.

24 કલાક દરમિયાન ઘાટીના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેશે

હવામાન વિભાગે 17 નવેમ્બરથી હવામાનમાં સુધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સોમવારે હવામાનમાં પલટો આવ્યો હતો અને અફ્રાવત, ગુરેઝ, તુલાઈ, સોનમર્ગ, મુગલ રોડ સહિત મોટાભાગના ઊંચા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી જ્યારે ગયા મહિને સૂકું વાતાવરણ હતું.

કાશ્મીરની ખીણો બરફની સફેદ ચાદરથી ઢંકાયેલી છે

કાશ્મીરની ખીણો બરફની સફેદ ચાદરથી ઢંકાયેલી છે. હિમવર્ષાના કારણે પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને તેઓ હિમવર્ષાની મજા માણવા કાશ્મીર પહોંચી રહ્યા છે. પૃથ્વી પરના સ્વર્ગને જોવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે.

  • Follow us on: