ગૌતમ અદાણીનો નાનો દીકરો લગ્ન કરવા જઇ રહ્યો છે. સુરતના હીરા ઉદ્યોગકારની દીકરી સાથે જીત અદાણીના લગ્ન થવાના છે. ત્યારે લગ્ન ક્યાં થશે, કેવી છે તૈયારીઓ અને પ્રિ વેડિંગ સેરેમનીને લઇને શું હાલના સમાચાર છે તે વિશે વાત કરીએ.


10-11 ડિસેમ્બર સુધી ચાલશે પ્રિ વેડિંગ

મહત્વનું છે કે ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીની સગાઈ ગયા વર્ષે માર્ચમાં હીરા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી દિવા શાહ સાથે થઈ હતી. આજે ઉદયપુરમાં બંનેનું પ્રિ-વેડિંગ ફંક્શન છે જે 11મી ડિસેમ્બર સુધી ચાલશે. આ એજ જગ્યા છે જ્યાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની પણ ઉદયપુરની આ હોટલોમાં યોજાઈ હતી. જેમાં દેશ-વિદેશના હજારો મહેમાનોએ ભાગ લીધો હતો. ઉપરાંત, પોપ સ્ટાર બિયોન્સે પણ આ ફંક્શનમાં પરફોર્મ કર્યું હતું.

આ હોટલ કરવામાં આવી છે બુક

મળતી માહિતી મુજબ જીત અદાણીના સમારોહ માટે આવનારા મહેમાનો માટે ઉદયપુરની ત્રણ ફાઈવ સ્ટાર હોટલ બુક કરવામાં આવી છે. પિચોલા તળાવની મધ્યમાં આવેલા તાજ લેક પેલેસ, તળાવના કિનારે આવેલ લીલા પેલેસ અને હોટેલ ઉદયવિલાસના તમામ રૂમ બે દિવસ માટે બુક કરવામાં આવ્યા છે. જો કે પ્રિ વેડિંગ સેરેમની કઈ હોટલમાં યોજાશે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

ઉદયપુરમાં કોના કોના થયા છે લગ્ન ?

મહત્વનું છે કે ઉદયપુર વેડિંગ ડેસ્ટિનેશન માટે પ્રખ્યાત છે. ઈશા અંબાણી ઉપરાંત આમિર ખાનની પુત્રી ઈરા ખાનના લગ્ન, સની દેઓલના ભત્રીજાના લગ્ન અને તાજેતરમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ભવ્યતા સાથે થયા હતા. આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુના લગ્નનું આયોજન પણ ઉદયપુરમાં થાય તેવી પણ ચર્ચા છે. સિંધુના લગ્ન અહીં 22મી ડિસેમ્બરે થવાના છે, જેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે.


  • Follow us on: